fbpx
ગુજરાત

પીએમ મોદી ના ડ્રીમ પ્રોજેક્ટમાં વડોદરાની એમએસ યુનિવર્સિટી નોલેજ પાર્ટનર બની

નવી દિલ્હી ખાતે નવીન નિર્માણ પામનાર સંસદભવન જે ‘સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ’ તરીકે ઓળખાય છે. તે માટે

નોલેજ પાર્ટનર તરીકે એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં સંસ્કૃત, ટ્રેડિશનલ સ્ટડીઝ, વૈદિક સ્ટડીઝ, હિન્દુ સ્ટડીઝ,

ભાતીગળ વાર્તા કથન, ઓરલ સ્ટડી, મેનુ સ્ક્રિપ્ટ લિપિ, ટ્રેડિશનલ નોલેજ સિસ્ટમ, ભાતીગળ નૃત્ય કલા, કલ્ચરલ

ઇન્ફોર્મેશન, પર્ફોર્મિંગ આર્ટ્‌સ અને ફાઇન આર્ટસને લગતા વિવિધ વિષયો ઉપર નોલેજ પાર્ટનર તરીકે ધ મહારાજા

સયાજીરાવ યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે. આ એમઓયુ યુનિવર્સિટી વતી પ્રો.વી.કે શ્રીવાસ્તવ, વાઇસ

ચાન્સેલર અને મિનિસ્ટરી ઓફ કલ્ચર, ભારત સરકાર તરફથી સચિદાનંદ જાેશી દ્વારા સાઈન કરવા આવ્યો

છે.નવી દિલ્હીમાં બની રહેલા નવા સંસદ ભવન એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટામાં

સમગ્ર દેશની ઝાંખી દેખાય તે માટે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીને આ પ્રોજેક્ટમાં નોલેજ પાર્ટનર તરીકે પસંદ

કરવામાં આવ્યું છે. જેમાં યુનિવર્સિટીની ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટીના અધ્યાપકો મહત્વની કામગીરી નિભાવશે.

એમ.એસ.યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે કે યુનિવર્સિટી અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર વચ્ચે ગત ૩ તારીખે એક

એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. જે હેઠળ દિલ્હી સ્થિત સંસદ ભવનની નવી ઇમારત સેન્ટ્રલ વિસ્ટામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહથી સમગ્ર દેશનું આર્ટવર્ક તેમાં સામેલ કરવાનું છે. જેમાં એમ.એસ.યુનિવર્સિટીને

નોલેજ પાર્ટનર તરીકે એપોઇન્ટ કરવામાં આવી છે. આ ઇમારતમાં જુદાજુદા આર્ટવર્ક માટે વડોદરાની

એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટીના અધ્યાપકો કામગીરી કરશે. સંસદમાં સમગ્ર દેશની છબી દેખાય

તેવો આગ્રહ રખાયો છે. અમારી સાથે ઘણા બધા એક્સપર્ટ્‌સ પણ કામ કરશે. જેઓ ઘણું રિસર્ચ કરશે અને ક્યાં શું

પ્રખ્યાત છે તે શોધશે. ગુજરાતની રાણીની વાવ સહિતના હેરિટેજ વિશે હાલ રિસર્ચ કરવામાં આવ્યું છે. આવી જ

રીતે દેશના જુદાજુદા સ્થળોની કલાકૃતિઓ સંસદ ભવનની દિવાલો પર અંકિત કરવામાં આવશ. નોલેજ પાર્ટનર

તરીકે એમ.એસ.યુનિવર્સિટી કલાકૃતિઓ માટે સલાહ આપશે. આ સિવાય યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ

મદદ લેવાશે. વડોદરા માટે ગૌરવની વાત છે સમગ્ર દેશમાંથી નોલેજ પાર્ટનર તરીકે પસંદગી થઇ છે. હાલ અમે

એક કોર કમિટી બનાવી છે અને કેન્દ્ર સરકાર દ્‌નારા સૂચનાઓ આવતા બીજી કમિટીઓ બનશે.

Follow Me:

Related Posts