પીએમ મોદી બાદ ભારતના લોકો પર પુતિને કહ્યું, “ભારતના લોકો મહેનતી અને પ્રતિભાશાળી”
પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે ભારતના લોકોના વખાણ કરી રહ્યા છે. તમણે ભારતીયોને પ્રતિભાશાળી અને પ્રેરિત બતાવતા કહ્યું કે, આવનારા દિવસોમાં ભારત અપ્રત્યાશિત સફળતા પ્રાપ્ત કરશે. શુક્રવારે વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતમાં ઘણી સંભાવનાઓ છે. તેમાં કોઈ શંકા નથી કે ભારત વિકાસના મામલામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરશે. પુતિને રશિયાના એકતા દિવસ અવસર પર કહ્યું કે, ભારત પોતાના વિકાસ મામલામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. લગભગ દોઢ અબજ લોકોવાળા દેશમાં તે ક્ષમતા છએ. આવો ભારતને જાેઈએ, જ્યાં બહુ પ્રતિભાશાળી અને બહુ જ પ્રેરણાસ્ત્રોત લોકો વસે છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ આફ્રિકામાં ઉપનિવેશવાદ, ભારતની ક્ષમતા અને રશિયાની અદ્વિતિય સભ્યતા અને સંસ્કૃત વિશે વાત કરી હતી.
પુતિને પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, પશ્ચિમી સામ્રાજ્યે આફ્રિકાને લૂટી લીધું હતું. ઘણા બધા અંશે પૂર્વ ઔપનિવેશિક શક્તિઓથી પ્રાપ્ત કરેલી સમૃદ્ધિનું સ્તર આફ્રિકાની લૂટ પર આધરિત છએ. આ બધા જાણે છે. હા, વાસ્તવમાં તે સત્ય છે અને યૂરોપના શોધકર્તા તેને છુપાવતા નથી. પુતિને કહ્યું કે, રશિયા એક બહુરાષ્ટ્રીય ઓળખાણવાળો દેશ છે. અને અમારી એક અલગ સભ્યતા અને સંસ્કૃતિ છે. રશિયા યુરોપિય સંસ્કૃતિનો ભાગ છે અને ધર્મ દ્વારા મહાદ્વિપથી જાેડાયેલો છે. રશિયા વિશ્વની એક પ્રમુખ શક્તિ બનીને ઊભરેલો દેશ છે. તે હકીકતમાં એક અનોખી સભ્યતા અને સંસ્કૃતિ છે. વ્લાદિમીર પુતિને કહ્યું કે સંસ્કૃતિ અને ઈસાઈ ધર્મના આધાર પર રશિયાનો યૂરોપ સાથે સંપર્ક છે. આ ઉપરાંત તે એશિયાની પણ ઓળખાણ શેર કરે છે.
વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયામાં બહુરાષ્ટ્રીય ઓળખાણ સમાયેલી છે. આ અમારી અનોખી સંસ્કૃતિ છે અને અમને તેના પર ગર્વ છે. આ દરમિયાન વ્લાદિમીર પુતિને ભારતના ખૂબ વખાણ કરતા કહ્યું કે, આવનારા દિવસોમાં તે દેશના અભૂપતપૂર્વ પ્રગતિ કરશે. આપને જણાવી દઈએ કે, રશિયા અને ભારતની વચ્ચે દાયકાઓથી સારા સંબંધો રહ્યા છે. વ્લાદિમીર પુતિને પણ હંમેશા આ ઐતિહાસિક સંબંધોનો ખ્યાલ રાખ્યો છે. હાલમાં જ પુતિને પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યા અને તેમને દેશભક્ત ગણાવ્યા હતા.
Recent Comments