fbpx
રાષ્ટ્રીય

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ રાજ્ય કક્ષાના પ્રદર્શન સહ વેપાર મેળાનો ગઇકાલથી શુભારંભ

ભારત સરકારના એમએસએમઇ મંત્રાલય અંતર્ગત અમદાવાદ સ્થિત એમએસએમઇ વિકાસ કાર્યાલય અમદાબાદ તથા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અર્બન હાટ, વસ્ત્રાપુર અમદાવાદ ખાતે તારીખ ૧૦ થી ૧૨ સેપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન યોજાયેલ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ રાજ્ય કક્ષાના પ્રદર્શન કમ વેપાર મેળાનું ઉદ્‌ઘાટન આજે ૧૦.૦૯.૨૦૨૪ ના રોજ શ્રી પી.કે.સોલંકી, ૈંછજી, સચિવ અને કમિશનર, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું,

જેમાં પદ્મશ્રી ભાનુભાઈ ચિતારા, ડાયરેક્ટર કેવીઆઈસી, સીડબીના જનરલ મેનેજર, આઈડીબીઆઈના જનરલ મેનેજર, એનએસઆઈસીના ચીફ ઝોનલ જનરલ મેનેજર, એસ એલ બી સી ના મેનેજર, એમએસએમઇ- વિકાસ કાર્યાલયના સંયુકત નિદેશક અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ વિવિધ વ્યવસાયોના કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રદર્શનમાં કુલ ૭૫ સ્ટોલમાં પ્રધાનમંત્રી વિશ્વકર્માના લાભાર્થીઓ દ્વારા તેમના દ્વારા નિર્માણ થતી વિવિધ વસ્તુઓનુ પ્રદર્શન સાથો સાથ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગવર્નમેંટ ઇ માર્કેટિંગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન,ફ્લિપકાર્ટ, એમએસએમઇ વિકાસ કાર્યાલય અમદાવાદ વિગેરે સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા લાભાર્થીઓની મદદ અને માર્ગદર્શન માટે ૧૩ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં આ સંસ્થાઓ તેમની પ્રવૃતિઓ દર્શાવી રહી છે અને તાત્કાલિક નોંધણીની સુવિધા પૂરી પાડી રહી છે. પ્રદર્શન દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Follow Me:

Related Posts