પીજીવીસીએલએ છેલ્લા ચાર મહિનામાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં કુલ ૮૨ કરોડ રૂપિયાની વીજચોરી પકડી પાડીસૌથી વધારે વીજચોરી ભાવનગર સર્કલમાંથી પકડાઇ
પશ્વિમ ગુજરાત વીજ કંપની પ્રાઇવેટ લીમીટેડ દ્રારા છેલ્લા ચાર મહિનાથી સૌરાષ્ટ્રમાં વીજચોરો સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્રારા છેલ્લા ચાર મહિનામાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં કુલ ૨૯,૨૫૪ વીજ કનેક્શનમાંથી કુલ ૮૨ કરોડ રૂપિયાની વીજચોરી પકડી પાડી છે. પીજીવીસીએલ દ્રારા સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૧૨ જેટલા સર્કલોમાં ૧.૪૦ લાખ જેટલા વીજજાેડાણોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને વીજચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ચાર મહિનાથી પીજીવીસીએલ આ ઝુંબેશ ચલાવી રહી છે.પીજીવીસીએલ દ્રારા સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જેટલા સર્કલમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લામાં ૧૫.૦૮ કરોડની વીજચોરી પકડાઇ હતી જે સૌથી વધારે છે જ્યારે ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાંથી પણ ૯ કરોડ રૂપિયાની વીજચોરી પકડાઇ હતી. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં વીજચોરીનો આંક ૧૪ કરોડને પહોંચ્યો છે. રાજ્યની ચારેય વીજકંપનીઓમાં પીજીવીસીએલમાં વીજલોસ સૌથી વધારે ૧૬ ટકા છે જેને લઇને પીજીવીસીએલ દ્રારા સમયાંતરે વીજચોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરે છે અને વીજચોરી કરનારને આકરો દંડ ફટકારે છે.
Recent Comments