પીજીવીસીએલને મદદરૂપ બનતા અમરેલી તાલુકાના ખેડુતો તથા અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી
અમરેલી જીલ્લામાં તોકતે વાવાઝોડાથી ખેતીવાડી વીજ પુરવઠાને થયેલ નુકશાનીને લીધે છેલ્લા ૧ મહીનાથી ખેતીવાડીનો વીજ પુરવઠો બંધ છે,જેને લીધે ખેડુતોને કુવા તથા બોરમાં પાણી હોવા છતાં પણ પીયત કરી શકતા નથી, જેનાથી ખેડુતોને પાકનું મોટું નુકશાન થાય છે, જેથી કરીને ખેડુતોને વહેલાસર ખેતીવાડીનો વીજ પુરવઠો શરૂ કરાવવા માટે છેલ્લા ર૦ દિવસથી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી પીજીવીસીએલના મુખ્ય અધિકારીઓને લેખિત તથા મોૈખિક અવાર– નવાર રજુઆત કરેલ છે,અને પીજીવીસીએલના અધિકારીઓ તથા ખેડુતો સાથે સંકલન કરી વીજ પુરવઠો વહેલીતકે શરૂ થાય તેના માટે કમર કસી રહયા છે. પીજીવીસીએલના અધિકારીઓને પણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી દ્રારા જે ફીડરમાં કામ ચાલુ હોય તે ગામમાં પીજીવીસીએલના કોન્ટ્રાકટરોની શ્રમિકોની ટીમને તે ગામના આગેવાનો દ્રારા રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે, ખેડુતો પણ પોતાના ટે્રકટરો અને ગામના બીજા ખેડુતોને સાથે રાખીને પીજીવીસીએલના અધિકારીઓ,કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોને ઝડપથી વીજ પુરવઠો પૂર્વરત કરવા માટે મદદ રૂપ બની રહયા છ
Recent Comments