પીજીવીસીએલ અમરેલીના નિયમિત રીતે વીજબીલ ભરતા

૧૩ ગ્રાહકોને નાની કુંકાવાવ ખાતે સન્માનિત કરવામાં આવશે
રાજયમાં જ્યોતિગ્રામ યોજના અમલી થતાં વીજક્ષેત્રે ક્રાંતિ આવી છે. રાજય સરકાર દ્વારા સતત અને એકધારો વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે. ગ્રાહકો નિયમિત રીતે બીલની રકમ ભરપાઇ કરી તેમની નૈતિકતા અને કાળજીપણાની ખાતરી આપે છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમિટેડ (પીજીવીસીએલ) અમરેલી વર્તુળ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા હોય તેવા નિયમિત બિલ ભરતા ગ્રાહકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. આથી અન્ય ગ્રાહકોને પણ સમયસર વીજબિલ ભરપાઇ કરવાની પ્રેરણા મળી રહે.
મહત્વનું છે કે, કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજયમંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે તા.૧૯ મે-૨૦૨૨ને ગુરુવારના રોજ પીજીવીસીએલ અમરેલીના ૧૩ નિયમિત વીજ ગ્રાહકોને નાની કુંકાવાવ ખાતે સન્માનિત કરવામાં આવશે. સતત એક વર્ષ સુધી બીલ ઇસ્યુ થયાના પાંચ દિવસમાં નિયમિત રીતે બિલ ભરપાઇ કરનાર ગ્રાહકોને સન્માનિત કરી અન્ય ગ્રાહકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
Recent Comments