પીજીવીસીએલ ગ્રાહકોને લુંટવાનું બંધ કરે: અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી
પીજીવીસીએલ દ્રારા ગુજરાતની ભોળી જનતાને ઘણાં વર્ષોથી લુંટી રહયા છે, ઘર વપરાશના વીજબીલ માં ફીકસ ચાર્જ, એનર્જી ચાર્જીસ, રીએકટીવ ચાર્જીસ, ફયુલ ચાર્જીસ, વિદ્યુત શુલ્ક , જેવા નામે ભોળી જનતા ખીચ્ચા ખંખેરવામાં આવે છે, પીજીવીસીએલ ઘર વપરાશનું બીલ ર મહીનાનું સાથે શા માટે આપે છે ? ખરેખર તો દર મહીને લોકોને ઘર વપરાશનું બીલ આપવું જોઈએ, અને વધારાના ચાર્જીસ દુર કરવા જોઈએ.
બીલમાં સ્પષ્ટતા સાથે જેટલા યુનીટ વપરાશ થયો હોય અને તેનો જે ચાર્જીસ થતો હોય તે જ બીલમાં ઉલ્લેખ હોવો જોઈએ, ઘર વપરાશમાં પ્રથમ પ૦ યુનીટ માટે ર.૬પ પૈસા અને પછીના પ૦ યુનીટ માટે ૩.૧૦ પૈસા અને પછીના ૧પ૦ યુનીટ માટે ૩.૭પ પૈસા અને રપ૦ યુનીટ થી વધારે માટે ૪.૯૦ પૈસા પીજીવીસીએલ દ્રારા વસુલ કરવામાં આવે છે, જેથી કરીને ગ્રાહકને પીજીવીસીએલ ર મહીનાનું સાથે બીલ આપીને જનતાને લુંટી રહી છે.જો કોઈ ગ્રાહક મહીને માત્ર ને માત્ર ૮૦ યુનીટ વીજ વપરાશ હોય તો અને તેના પછીના મહીને ૭૦ યુનીટ વીજ વપરાશ હોય તો પીજીવીસીએલ દ્રારા ર મહીનાનું સાથે બીલ ૧પ૦ યુનીટનું આપવામાં આવે છે અને જેનો ભાવ ઉપરોકત સ્લેબ પ્રમાણે વસુલ કરીને ગ્રાહકોના ખીચ્ચા ખંખેરવાનું કામ કરે છે.
Recent Comments