પીઠવડી- ભેકરા ડામર રોડ નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત
આજ રોજ સાવરકુંડલા તાલુકાના પીઠવડી- ભેકરા રોડ નું સાવરકુંડલા-લીલીયા મત વિસ્તાર નાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત નાં હસ્તે ખાત મૂહર્ત કરવામાં આવેલ હતું આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો જેથી ધારાસભ્ય દ્વારા આ રોડ નો જોબ નંબર સરકાર પાસે મંજુર કરાવ્યો હતો અને કોરોના કારણે ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી પ્રક્રિયા સમય લાગી ગયો હતો જેથી આ રોડ બનાવમાં વિલંબ થયો હતો અને હજી ટૂંક સમયમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના રોડો મંજુર થયેલ રોડના કામો ચાલુ થશે આ ખાતમુહૂર્ત રોડના પોગ્રામમાં મનુભાઈ ડાવરા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, હાર્દિકભાઈ કાનાણી પૂર્વ ઉપ પ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી, ભરતભાઈ ગીડા પૂર્વ ચેરમેન જીલ્લા પંચાયત અમરેલી તેમજ અશ્વિનભાઈ ધામેલીયા પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત સાવરકુંડલા ભૌતીક્ભાઈ સુહાગીયા પ્રમુખ યુથ કોંગ્રેસ સાવરકુંડલા-લીલીયા, ધીરુભાઈ નાકરાણી, બાબુભાઈ સુહાગીયા, ભેકરા સરપંચ શ્રી અરશીભાઇ, નાથાભાઈ જોગરાણા, મનુભાઈ ભાવેશભાઈ, ગોબરભાઈ, ચિન્ટુભાઈ, તથા પીઠવડી તેમજ ભેકરા ગામના આગેવાનો તેમજ કાર્યકતા ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, આમ પીઠવડી અને ભેકરા રોડ બનતા બંને ગામોના લોકોમાં હર્ષ ની લાગણી ફેલાઈ હતL
Recent Comments