પીડિત વિદ્યાર્થીની માતાએ આરોપ કર્યો કે, આચાર્યે દારૂ પીધો હતો સંતરામપુરની હાઈસ્કુલના આચાર્યે વિદ્યાર્થીને મારમાર્યો
સંતરામપુરની એસપી હાઈસ્કૂલના આચાર્ય ભાન ભુલીને વિદ્યાર્થીને જાનવરની ફટકારવાની વર્ષમાં ચોથી ઘટના બની છે. સંતરામપુરમાં એસપી આ સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના આચાર્ય બાબુભાઈ પટેલે આચાર્યની ઓફિસમાં બોલાવીને દરવાજા બંધ કરીને ઢોરની માફક માર માર્યો હતો. વિદ્યાર્થીએ બુમો પાડવા છતાં આચાર્યે ઢોરની જેમ મારવાનું ચાલુ રાખ્યું હતું. વિદ્યાર્થીઓને આખા શરીર પર લાકડીના સોટા જાેવા મળેલા હતા. વિદ્યાર્થીને મારમારતા તેની માતા શાળાએ રજુઆત કરવા આવતાં આચાર્યે તેની માતાને લાફલ માર્યો હોવાના આક્ષેપ થયા હતા. આચાર્યે માતાને ધમકી આપી કે જાે પોલીસ ફરિયાદ કરી તો તારા છોકરાનું ભવિષ્ય બગડશે સર્ટિ. કાઢીને આપી દઈશ તેવી ધમકી આપી હતી. જયારે વિદ્યાર્થીના પરિવારે આચાર્ય દારૂનો નશો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોતાના પુત્રને ઢોર માર મારતાં માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગઇ હતી. વર્ષ દરમિયાન ૪થી ૫ વાર આચાર્ય બાબુભાઈ પટેલના હસ્તે બાળકો તેના ભોગ બન્યા છે. આ રીતે ધમકી આપીને પોલીસ સ્ટેશનમાંથી ભૂતકાળમાં ફરિયાદ પાછી ખેંચાતા હોય છે અને સમાધાન કરાવતા હોય છે. મારા છોકરાને લાકડી વડે માર માર્યો હતો. અમે સાહેબ પાસે રજૂઆત કરવા ગયા તો વધારે માથાકૂટ કરવા નહીં તારા છોકરાની જિંદગી બગાડી નાખીશ. પોલીસ સ્ટેશન જાય તો મને ફરક નથી પડતો તને સર્ટી કરી પાછું આપી દઈશ. અમને આ બાબતે બીક લાગતાં તાત્કાલિક પોલીસ સ્ટેશન ફરિયાદ નોધાવી છે.
Recent Comments