fbpx
ભાવનગર

પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સેન્ટ્રલ સોલ્ટ – ભાવનગરના સંયુક્ત પ્રયાસ દ્વારા બે દિવસીય સમુદ્રી શેવાળની ખેતી માટેની સૈદ્ધાંતિક અને પ્રાયોગીક તાલીમ યોજાઇ

પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને “ગ્રામ દક્ષિણામૂર્તિનાં સહયોગથી કાર્યશીલ કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર મણાર” તથા “સેન્ટ્રલ સોલ્ટ – ભાવનગર” નાં સંયુક્ત જોડાણ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર દરિયાઈ ખેડૂતો અને માછીમાર સમુદાયનાં વિકાસ અર્થે સમુદ્રી શેવાળની ખેતીની બે દિવસીય તાલીમનું આયોજન તા.૨૦-૨૧ સપ્ટેમ્બરનાં રોજ કરવામાં આવ્યું હતું.

કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર ના પ્રભારી ડો.વિરેન્દ્રસિંઘ ચૌહાણ તથા સેન્ટ્રલ સોલ્ટના પ્રમુખ વૈજ્ઞાનિક ડો.વૈભવ મંત્રીની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમુદ્રી શેવાળની ખેતી માટેની સૈદ્ધાંતિક અને પ્રાયોગીક તાલીમ, સમુદ્રી શેવાળની સંપૂર્ણ માહિતી, તેમની અર્થવ્યવસ્થા, ખેતીની પ્રાયોગિક પદ્ધતિઓ જેવી કે તરાપો દ્વારા શેવાળની ખેતી, જાળીનાં ઉપયોગથી શેવાળની ખેતી, દોરીથી શેવાળની ખેતી વગેરેની પ્રાયોગીક તાલીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરદ્રષ્ટિ કોણના ફળરૂપ “પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY)” દ્વારા ગુજરાતના દરિયાઇ ખેડૂતો તથા માછીમાર સમુદાયનો વિકાસ કરવો એ આ તાલીમનો મુખ્ય હેતુ હતો.

કેન્દ્ર પ્રભારી ડો.વિરેન્દ્રસિંઘ ચૌહાણની આગેવાની હેઠળ ખેડૂતો માટે હંમેશા કાર્યશીલ એવું કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર, મણાર ખેડૂતોના લાભાર્થે હંમેશા કાર્યશીલ રહ્યું છે કે હવે માછીમાર સમુદાય અને દરિયાઈ ખેડૂતોના વિકાસ માટે એક નવા અધ્યાયની શરૂઆત કરી દીધી છે. આ કેન્દ્ર અને સેન્ટ્રલ સોલ્ટના સંયુક્ત જોડાણ દ્વારા આવનારા દિવસોમાં બીજી ઘણી સમુદ્રી શેવાળને લગતી તાલીમોનું આયોજન કરવામાં આવશે

Follow Me:

Related Posts