પીપળવા રામેયા હનુમાનજી મંદિરે ત્રીકુંડી યજ્ઞમાં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ડેર અને પાલિકાના પાડાએ હાજરી આપી
લાઠી તાલુકા પીપળવા રામેયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં યોજાયેલ ત્રિકુંડી યજ્ઞ માં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર લાઠી નગરપાલિકા ના ભરતભાઈ પાડા એ હાજરી આપી ત્રિકુંડી યજ્ઞ આહુતિ આપી ધર્મલાભ મેળવ્યો હતો પીપળવા ખાતે ત્રીકુંડી યજ્ઞ માં પધારેલ રાજસ્વી અગ્રણી ઓએ રામેશ્વર મહાદેવ ની આરાધના કરી અનેરો લહાવો તેમજ સાધુ સંતો ના આશિષ મેળવી ખુશી વ્યક્ત કરી હતી મંદિર પરિસરમાં પધારેલ અગ્રણી ઓ રામેશ્વર મહાદેવ ના દર્શન કરી મંદિર ના મહંત આશિષ મેળવ્યા હતા
Recent Comments