અમરેલી

પીપાવાવ પોર્ટની એડવાન્સ લાઇફ સપોર્ટ 108 એમ્બ્યુલસે પ્રસૂતાની એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ નો ડીલેવરી નો કેસ પીપાવાવ ની 108 ને મળેલ. કેસ મળવાની સાથે જ ફરજ પરના કર્મચારી ઇએમટી રાણા બાંભણિયા પાયલોટ પ્રશાંત જોશી ગણતરીની મિનિટ મા સગર્ભા માતા સુધી પહોચેલ. શિયાળ બેટ જેટી ઉપર પહોંચી સગર્ભા માતાને  હોડી માં તપાસ કરતા માલુમ પડ્યું કે માતાને પ્રસ્તૂતી ની પીડા વધારે હોવાથી યોગ્ય રીતે સ્ટેચરમાં લઈ એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ જવા નીકળેલ.રસ્તામાં પ્રસ્તુતિની પીડા વધુ હોવાથી રસ્તા પર એમ્બ્યુલન્સ રોડની સાઈડ પર રાખી ને ઇએમટી દ્વારા 108 કોલ સેન્ટર પર બેઠેલા ડોક્ટર જીતેન્દ્ર સર અને ડોક્ટર રવિ સર ટેલીફોન દ્વારા વાત કરેલ અને ડોક્ટર પાસે થીસારવાર નું માર્ગદર્શન લઈ ઇએમટીએ સમય સૂચકતા સાથે એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવેલ. ડોક્ટર ની સલાહ મુજબ માતાને જરૂરી સારવાર આપી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાજુલા પહોંચાડ્યા હતા. આ ઘટનાને ફરી એકવાર સાબિત કર્યું કે આમ પીપાવાવ 108 સેવા સગર્ભા માતા માટે આશીર્વાદરૂપ બનેલ

Related Posts