fbpx
ગુજરાત

પીપેરો ગામે દાહોદ SOG પોલીસે પાણીનાં ટેન્કરમાંથી ૩,૦૯,૦૦૦નો વિદેશી દારૂ ઝડપ્યો

દાહોદમાં બુટલેગરનો અને વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો બેફામ બની રહ્યાં છે. બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અવનવા તરકીદો અજમાવી રહ્યાં છે. અગાઉ એમ્બ્યુલંશમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં હતાં અને હવે પાણીના ટેન્કરમાં વિદેશી દારૂ ભરી હેરાફેરી કરવાની નવી તરકીબ અપનાવી રહ્યાં છે ત્યારે ગતરોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ધાનપુર તાલુકાના પીપેરો ગામે આંબાલા ચોકડી ઉપર વોચ ગોઠવી ઉભી હતી. આ દરમ્યાન ત્યાંથી એક નંબર વગરનું પાણીનું ટેન્કર પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટેન્કર નજીક આવતાંની સાથે પોલીસે ટેન્કરને ચારેય તરફથી ઘેરી લીધું હતું. અને ટેન્કરના ચાલક દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના છરછોડ ગામે વેડ ફળિયામાં રહેતા રતનસિંહ ગાજીસિંહ રાવતની અટક કરી હતી.

અને ગાડીની તલાસી લેતાં લેતાં પોલીસે પાણીનાં ટેન્કરમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ બોટલો નંગ. ૧૫૬૦ કિંમત રૂા. ૩,૦૯,૦૦૦ના પ્રોહી જથ્થા સાથે ઝડપાયેલ ચાલક પાસેથી એક મોબાઈલ ફોન અને ટેન્કરની કિંમત મળી કુલ રૂા. ૬,૧૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં સાથ સહકાર આપનાર દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના છરછોડ ગામે વેડ ફળિયામાં રહેતા કેશનભાઈ ઉર્ફે કિશનભાઈ નગજીભાઈ, પ્રવિણભાઈ અને વિક્રમભાઈ મળી કુલ ચાર ઈસમો વિરૂધ્ધ પોલીસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts