પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
આજરોજ અમરેલી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા, ખાતે પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક નાયબ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર.એમ.જોષીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટિની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત પીએનડીટી એકટ અંગે સરકાર દ્વારા આવેલા વિવિધ ચુકાદાઓ/પરિપત્રોના અમલીકરણ ઉપરાંત જિલ્લામાં ગર્ભ પરીક્ષણ અટકાવવા ઉપરાંત જાગૃત્તિ વધારવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું એ કાયદાકીય સજાપાત્ર ગુનો છે.
લોકોમાં આ બાબતે જાગૃત્તિ વધે તેવા પ્રયત્નો આરોગ્ય શાખા,અમરેલી દ્વારા કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં અવેરનેસ ડ્રાઈવ મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં લોકોમાં આ બાબતે સ્વજાગૃત્તિ પણ કેળવાઈ તે જરુરી છે. બેઠકમાં આઈ.એમ.આઈ. પ્રેસિડેન્ટ ડૉ.ગજેરા, શાંતાબા મેડિકલ કોલેજના સિનિયર ગાયનેકોલોજિસ્ટ શ્રીમતી ડૉ.શોભના મહેતા, બાળરોગ તજજ્ઞ ડો. ગુંજન મોવલીયા, એડવોકેટ શ્રીમતી મમતાબેન ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments