પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અમરેલી જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જોષીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાં, બાકી હોય તેવી કાર્યવાહીઓની વિગતો મેળવી તે અંગે ઘટતું થાય અને તે માટે કામગીરી હાથ ધરવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંગેના નોટિફિકેશન, ચુકાદાઓ, પરિપત્રોને વંચાણે લીધા હતા. સોનોગ્રાફી મશીનના નવા અને રિન્યુઅલ રજિસ્ટ્રેશન બાબતે કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે કરવાની થતી કામગીરીને બહાલી આપવામાં આવી હતી. મહત્વનું છે કે, પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંતર્ગત, સ્ત્રી ભૃણ ગર્ભ પરિક્ષણ અને તે સાથે આવા બિનઅધિકૃત કૃત્યો પણ પ્રતિબંધિત છે, જે અન્વયે કડક કાર્યવાહી કરવા સહિતની જોગવાઇ છે. પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે, જે બાબતે અમરેલી જિલ્લામાં જાહેરનામુ પણ બહાર પાડી તે અમલી કરવામાં આવ્યુ છે. બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇ.એમ.એ.) અમરેલીના પ્રમુખ શ્રી ડૉ. ગજેરા, પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લા સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments