fbpx
અમરેલી

પી.આઇ.ટી.NDPS એક્ટ ૧૯૮૮ મુજબ રાજકોટ મધ્યસ્થ જેલ, ખાતે એક ઈસમની અટકાયત કરી જેલ હવાલે કરતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, અને વેચાણ કરતા અટકાવવા સારૂ અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ હોય, જે અનુસંઘાને શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ ભાવનગર તથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ઈસમોને ઝડપી પાડવા અને NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમો વિરૂધ્ધ પી.આઇ.ટી. NDPS એક્ટ ૧૯૮૮ (The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988) મુજબની PIT દરખાસ્ત તૈયાર કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ ને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એમ.મોરી તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમ વિરૂધ્ધ PIT, NDPS એક્ટ ૧૯૮૮ (The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988) મુજબનાં જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા, અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શકયતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી વ્યવસ્થિત દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક સાહેબશ્રી મારફતે પોલીસ મહાનિદેશક સાહેબ શ્રી, સી.આઇ.ડી.ક્રાઈમ, અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય, ગાંઘીનગર નાઓ તરફ મોકલતા મજકુર ઇસમની PIT દરખાસ્ત મંજુર થતા મજકુર ઈસમની સદરહું ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણનાં વારંવાર ગુન્હા આચરતાં ઈસમને અટકાયતમાં લઇ રાજકોટ મધ્યસ્થ જેલ, ખાતે રવાનાં કરવામાં આવેલ છે.

💫 PIT NDPS અન્વયે અટકાયત કરેલ ઈસમ
1️⃣નકળંગભાઇ લક્ષ્મણભાઇ ઉર્ફે લખમણ ભગત ગોલેતર, ઉ.વ.-૪૦, ધંધો.ખેતી, રહે.જલાલપુર, તા.ગઢડા, જી.બોટાદ.

આમ, શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર તથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઈ., એમ.એ.મોરી તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા PIT NDPS, અધિનિયમ ૧૯૮૮ કલમ-૩, હેઠળ એક ઈસમની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં સફળતા મળેલ છે

Follow Me:

Related Posts