ભાવનગર જિલ્લાના કરચલીયાપરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ના આગમન સાથે અનેક લાભાર્થીઓને વિવિધ યોજનાનો લાભ પણ પ્રાપ્ત થયો હતો.સરકાર ની અનેક લોકકલ્યાણકારી યોજનામાં પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના નો પણ સમાવેશ થાય છે જે અંતર્ગત તમામ પ્રકારના ફેરીયાને આ લાભ પ્રાપ્ત થઇ શકે છે.
આ યોજનાનો લાભ ભાવનગરના લાભાર્થીશ્રી જીગ્નેશભાઈ મારૂને પ્રાપ્ત થયેલ છે. આ યોજના અંતર્ગત તેમને રૂ. ૧૦ હાજરની લોન વગર ગેરાંતીએ પ્રાપ્ત થયેલ છે. શ્રી જીગ્નેશભાઈના જણાવ્યા પ્રમાણે આ લાભ થકી તેમને પોતાના કાપડના વેચાણના વ્યવસાયમાં ખુબ ફાયદો પ્રાપ્ત થયો છે. આ લાભ થકી તેઓ પાસે કાપડની વેરાયટી વધી છે અને નફો પણ વધ્યો છે તેથી તેઓ સરકારશ્રીનો આભાર માને છે.
Recent Comments