પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓએ હપ્તાઓ મેળવવા ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત
www.pmkisan.gov.in પરથી અથવા વીસીઇ ઓપરેટર પાસે ઈ-કેવાયસી અપડેટ થઇ શકે
સરકાર દ્વારા ખેડૂતમિત્રોને પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક રૂ. ૬૦૦૦ ની સહાય મળવાપાત્ર છે. જે ખેડૂતમિત્રોને વાર્ષિક ૬૦૦૦/- (દર ચાર મહિને રૂા. ૨૦૦૦/- ના ૩ હપ્તા પેટે) પી.એમ. કિસાન યોજનાનો લાભ લે છે તેવા ખેડુત મિત્રોને આગામી હપ્તાઓનો લાભ લેવા માટે લાભાર્થી ખેડુતને ઈ-કેવાયસી કરવું ફરજીયાત છે.
ઈ-કેવાયસી એ આધાર કાર્ડ અને મોબાઇલ નંબર સાથે લીંક કરવાની એક પ્રક્રિયા છે. જો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક ન હોય તો બેંકમાં રૂબરૂ જઇને એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવો ફરજીયાત છે. સૌપ્રથમ આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક કરેલ ન હોય તો પહેલા તાત્કાલીક કરાવવું જરૂરી છે. આધાર કાર્ડ અને મોબાઇલ નંબર લીંક કરવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા મામલતદાર કચેરી અથવા સરકાર તરફથી નિમાયેલ બેંકમાં પણ લીંક પ્રક્રિયા થઇ શકે છે.
ઈ-કેવાયસી કરવા માટે www.pmkisan.gov.in વેબસાઈટ પર જઇ ઈ-કેવાયસી વિકલ્પ પર ક્લિક કરીને અપડેટ કરી શકાય છે. આધાર નંબર અને લીંક કરેલ મોબાઈલ નંબર માંગશે તો તેમાં એક ચાર અંકનો ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) આવશે તે નાખ્યા બાદ ફરીથી આધાર ઓટીપી છ અંકનો આવશે તે નાખ્યા બાદ ઉપર અંગ્રેજીમાં ઈ-કેવાયસી ઇઝ સક્સેસફુલી સબમીટેડ એવું લખેલું આવે એટલે ઈ-કેવાયસી અપડેટ થઇ જાય છે. આ ઉપરાંત ગામના વી.સી.ઇ. ઓપરેટર પાસે અથવા કોમન સર્વિસ સેન્ટરથી પણ ઈ-કેવાયસી અપડેટ થઇ શકે છે.
Recent Comments