એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી.મળશે. રાજ્યમાં તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૪થી ખેડૂત નોંધણી શરુ છે. પી.એમ.કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડુત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે.
પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૨૫ નવેમ્બર,૨૦૨૪ પહેલા નોંધણી કરાવવી. વેબપોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડુત જાતે પણ નોંધણી કરી શકશે.રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરવી. ખોટી નોંધણી રદ થશે ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે ખેતીવાડીલક્ષી તમામ ધિરાણ સબંધી લાભ સરળતાથી મળશે.ભારત સરકાર દ્વારા પી.એમ.કિસાનના લાભાર્થી ખેડૂતના આગામી હપ્તામાટે આ ખેડુતઆઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરી છે. અમરેલી જિલ્લાના પી.એમ. કિસાન યોજના અંતર્ગત લાભ મેળવતા તમામ ખેડૂત મિત્રોને ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત પણે કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ અંગેની વધુ વિગતો માટે આપના ગામના તલાટી કામ મંત્રીશ્રી/સીટી તલાટીશ્રી(કસ્બા તલાટીશ્રી) તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી/ તાલુકા મામલતદારશ્રીનો સંપર્ક કરવો.ખેડૂતોએ આધાર કાર્ડ,આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮-અ નકલ, ૭-૧૨ નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વિ.સી.ઇ.)નો સંપર્ક કરવા, અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments