દામનગર પી.એમ.શ્રી સ્કુલ દામનગર શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નંબર 2 માં ગુજરાત રાજ્ય ના આર એન્ડ બી વિભાગ ના સચિવ શ્રી જયંતકુમાર પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સિતારામનગર પ્રાથમિક શાળાના બાળકો- શિક્ષકો અને આંગણવાડીના વર્કર હેલ્પર બહેનો સહિત બાળકો જોડાયા હતા. જેમાં બાલવાટિકા અને ધોરણ ૧ નાં બાળકોને શૈક્ષણિક કીટ આપી અને મોઢું મીઠું કરાવી શાળામાં પ્રવેશ અપાયો હતો.આ કાર્યક્રમમાં લાઈઝન અધિકારીશ્રી નિલેશભાઈ બઢીયા, દામનગર નગરપાલિકા ના હોદ્દેદારો સભ્યો ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.શાળાનાં શિક્ષક શ્રી રેખાબેન દેવમુરારી તરફથી બાલવાટિકાના બાળકોને કીટ આપવામાં આવી હતી.આચાર્ય લાભેશભાઈ રાશિયા એ શાળાની વિશેષતા અને સિદ્ધિઓને લોકો સમક્ષ રજુ કરી હતી.શાળા પરિવારના સુંદર આયોજન બદલ ગ્રામજનો અને બી.આર.સી.કો.શ્રી પિયુષભાઈ વિરડિયાએ અભિનંદન આપ્યા હતા..
પી.એમ.શ્રી સ્કુલ દામનગર શાળા નંબર 2 માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

Recent Comments