અમરેલી

પી.જી.વી.સી.એલ.અમરેલી વર્તુળ કચેરી હેઠળના અમરેલી વિભાગ–૧ ના પેટા વિભાગોના વિભાજન કરવા અંગે રજુઆત કરતા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા

ઉર્જા વિભાજન–પી.જી.વી.સી.એલ.અમરેલી વર્તુળ કચેરીની વિભાગીય કચેરી–૧ અમરેલી તાબા હેઠળના અમરેલી શહેર પેટા વિભાગ,અમરેલી ગ્રામ્ય પેટા વિભાગ તથા લાઠી પેટા વિભાગનુ વિભાજન કરી વધુ બે પેટા વિભાગ કરવા માટેની તાત્કાલીક જરૂર હોય
(૧) અમરેલી શહેર પેટા વિભાગ ૪૧૪રર ગ્રાહકો ધરાવે છે.તેના સંચાલન માટે ૧૩ ફીડરો તેમજ ૮૭પ
ટ્રાન્સફોર્મર સેન્ટર આવેલ છે આમ આ પેટા વિભાગ ખુબજ મોટો વ્યાય ધરાવે છે.
(ર) અમરેલી ગ્રામ્ય પેટા વિભાગ–ર ર૬૯૪પ ગ્રાહકો ધરાવે છે.તેાન સંચાલન માટે ૬૧ ફિડરો તથા
૭૩ર૩ ટ્રાન્સફોર્મર સેન્ટર આવેલ છે.આમ આ પેટા વિભાગ પણ ખુબજ મોટો વ્યાય તથા ક્ષેત્રફળ
ધરાવે છે.
(૩) લાઠી પેટા વિભાગ–ર૭૭૪પ ગ્રાહકો ધરાવે છે.તેના સંચાલન માટે પ૪ ફીડરો તથા ૮૭૩૩
ટ્રાન્સફોર્મર સેન્ટર આવેલ છે.આમ આ પેટા વિભાગ પણ ખુબજ મોટો વ્યાપ તથા ક્ષેત્રફળ ધરાવે છે.
ક્ષેત્રફળની દષ્ટ્રિંએ અમરેલી ગ્રામ્ય પેટા વિભાગ અંદાજીત પ૦૦ ચાો.કિ.મી.થી વધારે લાઠી પેટા વિભાગ અંદાજીત ૪રપ ચો.કિ.મી.થી વધારે અને શહેર પેટા વિભાગ અંદાજીત ૬પ ચો.કિ.શહેરી વિસ્તાર ધરાવે છે.આમ આ પેટા વિભાગોને સંભાળવામા જે તે પેટા વિભાગના અધિકારીઓને હમેશા મુશ્કેલભર્યુ રહે છે.ચોમાસાના સમયમા તથા કુદરતી આફતો વચ્ચે આટલા બધા ગ્રાહકો,ફિડરો તથા ટ્રાન્સફોર્મર સેન્ટર સંભાળવા મુશ્કેલભર્યા રહે છે.તેથી પ્રજાની ફરીયાદોનો નિકાલ સમયસર થતો નથી જે થી પ્રજામા અંસતોષ ફેલાય છે.
ઉપરોકત બાબત ધ્યાનમા લઈને ઉપરના ત્રણ પેટા વિભાગનુ વિભાજન કરી નવા બે અથવા ત્રણ પેટા વિભાગ બનાવી ઉપરોકત ત્રણ પેટા વિભાગમાંથી પાંચ અથવા છ પેટા વિભાગો બનાવવા બાબતે ધારદાર રજુઆત કરતા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા

Related Posts