પી.જી.વી.સી.એલ. સાવરકુંડલા ઓફિસે ખેતીવાડી પાવર બાબતે ખેડૂતો સાથે રજુઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
“તૌક્તે” વાવાઝોડા ના ૯૦ દિવસ ઉપર થવા છતાં તંત્ર દ્વારા ખેતીવાડી વીજળી પુનઃ સ્થાપન કરી શકી નથી, ચોમાસાની સીઝન હોય પરંતુ વરસાદ ખેચાતા ખેડૂતો ની સ્થિતિ નાજુક બનવા પામેલ છે. જેમના પાકો માટે પાણીની જરૂરીયાત હોય પરંતુ વીજળી નાં હોવાથી પાક નિષ્ફળ જવાની પણ શક્યતાઓ રહેલી છે.સરકાર માત્ર ને માત્ર જાહેરાત સિવાઈ કશું કરતી નાં હોય તેર્વું ફલિત થવા પામેલ છે. જેના કારણે ખેતીવાડી વીજ પુરવઠો સાવરકુંડલા PGVCL કચેરી જેસર રોડ હેઠળના ગામોને ખેતીવાડી પુનઃ સ્થાપન વીજળી કરવા માટે PGVCL તંત્ર દ્વારા ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં કાર્યરત કરવા ધારાસભ્ય શ્રીને વચન આપેલ હતું તેમ છતાં હજુ પણ સાવરકુંડલા અને તાલુકા ના ગામડાઓમાંથી ફરિયાદો મળી રહી હતી તેમને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા આજ રોજ સ્થળ પર ખેડૂતોની રજૂઆત સાંભળી ને તંત્ર સાથે ચર્ચા વિચારણા હેઠળ લોકદરબાર યોજવામાં આવેલ જેમાં તંત્ર દ્વારા એક સપ્તાહ માં ખેતીવાડી વીજળી પુનઃ સ્થાપન કરવા માટેની બાહેંધરી આપેલ છે. જેમાં મનુભાઈ ડાવરા પ્રમુખ શ્રી તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, હાર્દિકભાઈ કાનાણી પૂર્વ-ઉપ પ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી, ભરતભાઈ ગીડા પૂર્વ ચેરમેન શ્રી જીલ્લા પંચાયત અમરેલી, અશ્વિનભાઈ ધામેલિયા પૂર્વ- કારોબારી ચેરમેન તાલુકા પંચાયત સાવરકુંડલા તેમજ દરેક ગામના આગેવાનો અને સરપંચ શ્રીઓ હાજર રહેલ હતા અંતમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા તંત્રને વહેલી તકે ખેતીવાડી વીજળી કાર્યરત કરવા સુચના આપેલ અને તેમ છતાં તંત્ર દ્વારા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નહી કરે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચારેલ છે. સરકારના અધિકારી ફક્ત સરકારના પોગ્રામમાં વ્યસ્થ છે જ્યારે હકીકતમાં લોકોના પ્રશ્ન ને આ સરકાર ને કહી લેવા દેવી નથી તેવું લાગી રહયા છે તેમ ધારાસભ્ય અખબાર યાદીમાં જણાવેલ હતું. આ મૂંગી, બેરી અને ખેડૂત વિરોધી સરકાર ને લોકોની કઈ પડી નથી તેવું લાગી રહ્યું છે અને આ સરકારના લોકો અને તંત્ર ને ફક્ત સરકાર ના પાંચ વર્ષનીઊજવણી માં વ્યસ્થ છે જ્યારે વરસાદ ખેસાવાના કારણે ખેડૂતોને ખેતરોમાં પાણી ન પાઇ તો પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થઇ રહ્યું છે પણ ભાજપના નેતા તો હાલ સરકાર ના પોગ્રામમાં વ્યસ્થ છે અને તેમની પાસે ખેડૂતો માટે સમય નથી તેવું લાગી રહ્યું છે તેમ ધારાસભ્યની અખબાર યાદીમાં જણાવેલ છે.
Recent Comments