સાવરકુંડલા તાલુકાના વંડા ગામે વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત પી.પી.એસ.હાઈસ્કૂલ તથા વિવેકાનંદ પ્રાથમિક શાળા-વંડા માં ‘નિવૃત્ત સારસ્વત વિદાય સન્માન તેમજ વાલી સંમેલન’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શાળાના પૂર્વ ઇ.આચાર્યા પ્રવીણાબેન હાલારી હતા. અતિથિ વિશેષ તરીકે પૂર્વ ઇ.આચાર્ય લાઠીયા બાપુ, શાળાના પૂર્વાચાર્ય લાલજીભાઈ પંડયા ઉપસ્થિત રહયા હતા. પ્રસંગની શરૂઆત મા સરસ્વતીની વંદનાથી કર્યા બાદ અધ્યક્ષ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળામાંથી નિવૃત્ત થયેલ સારસ્વત માં સ્વ.જીતુભાઇ સાધુ જેમના ધર્મપત્ની હંસાબેન હાજર રહેલ, અતુલભાઈ પંડયા, સાધનાબેન ત્રિવેદી, અરવિંદ ભાઈ કુનબી, ભાણજીભાઇ ખુમાણ તેમજ કીર્તિબેન ભટ્ટ સહિત ઉપસ્થિત રહેલ નિવૃત્ત કર્મચારીને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાળાની બહેનો દ્વારા સ્વાગત ગીત તેમજ વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રિયંકાબેન જાની તેમજ દક્ષાબેને તૈયાર કરાવેલ સ્વાગત નૃત્ય નાના ભુલકાઓ એ રજુ કર્યા હતા. આ તકે શાળા ટ્રસ્ટ મંડળ ના મેનેજીંગ ટ્રસ્ટી મનજીબાપા તળાવિયા તથા મંત્રી કાંતિભાઇ પાંચાણી, આચાર્ય સંજયભાઇ ચૌહાણ, મનોરમા બેન દુધરેજીયા, પ્રહલાદભાઇ ચૌહાણ, લાલજીભાઈ કાપડિયા, પ્રવિણભાઇ ઝીંઝુવાડીયા, જગજીવનભાઈ ગજેરા, હીરેનભાઇ ડાભી, ડી.એમ.ઝડફિયા, નીતાબેન ભટ્ટ, સંજયભાઇ વિસાણી, રશ્મિબેન ઢોલરિયા, અલ્પાબેન હીરપરા, ભરતભાઈ ગોંડલીયા, ઉમાબેન સાંડસુર સહિત દરેકે નિવૃત સારસ્વતો અને શાલ ઓઢાડી સન્માન પત્ર ને શુભેચ્છા ભેટ અર્પણ કરી વિદાય સન્માન કર્યુ હતુ. મનોરમાબેને શાળા સ્થાપનાને ૬૫ વર્ષ થયા હોય તે અનુરૂપ શાળાની સિદ્ધિઓ અને ઉત્તમ શિક્ષણ અંગે વક્તવ્ય આપ્યું હતું. જાણીતા પર્યાવરણવિદ મંગળુભાઇ ખુમાણે વિદ્યાર્થી જીવનમાં પર્યાવરણ ના મહત્વ વિશે સમજ આપી હતી. આ તકે શાળાના આચાર્ય સંજયભાઇ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ શાળાની પ્રગતિ અને વિકાસ માટે સહુને સાથ આપવા અપીલ કરી હતી.
શાળાના પૂર્વાચાર્ય લાલજીભાઇ પંડ્યાએ લાગણી સભર વક્તવ્ય આપ્યું હતું. શાળાના વડલા સમાન સેવાના ભેખધારી મે.ટ્રસ્ટી મનજીબાપા તળાવિયા એ નિવૃત્ત થયેલ સારસ્વતોના સુખી તેમજ દીર્ઘાયુ જીવન શુભેચ્છાઓ આપી પ્રસંગોચિત માર્ગદર્શન અને આશિર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે વંડાના પૂર્વસરપંચ, ઉપસરપંચ તથા વંડાની આસપાસના ૨૨ ગામોના આગેવાનો સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. આમંત્રિત મહાનુભાવો તેમજ મહેમાનોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓમાં ભાગ લેનાર તમામ બાળકોને રૂ. ૧૫૦૦૦/- જેવી રકમ બાળકોને પ્રોત્સાહિત કરવા જાહેર કરી હતી. પ્રસંગના અંતે ભરતભાઈ ગોંડલીયા આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીયુષભાઇ વ્યાસે કર્યુ હતું.
Recent Comments