પી.પી.એસ.હાઈસ્કૂલ-વંડા માં યોજાય સંસ્કૃત ગૌરવ પરીક્ષા.
સંસ્કૃતભારતી ગુજરાત દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા પ્રકલ્પ ચાલી રહ્યો છે. તેમાં વિવિધ પરીક્ષાઓનું આયોજન પ્રતિવર્ષ થાય છે. સંસ્કૃતિ પ્રેમીઓને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે આ અંતર્ગત તા.૯ ડીસેમ્બરના રોજ પી.પી.એસ.હાઈસ્કૂલ-વંડા માં સમગ્ર સમાજ માટે ખુલ્લા મૂકાયેલ. આ પ્રકલ્પને સાર્થક કરવા શાળાના સંસ્કૃત શિક્ષીકા નીતાબેન ભટ્ટ તેમજ જગજીવનભાઈ ગજેરા દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ૧૫૦ વિધાર્થી ભાઇ બહેનોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. સંસ્કૃત ગૌરવ પરીક્ષા ના માધ્યમથી બાલ્યકાળથી સંસ્કૃત પરિચય,સામાન્યજન સંસ્કૃતાભિમુખ થાય, સંસ્કૃત પ્રત્યે પ્રેમ થાય,આના થકી ભવિષ્ય પ્રતિ ચિંતન,ભેદભાવ દૂર કરી સાંસ્કૃતિક પુનરૂત્થાન, સંસ્કૃત ફરીથી વ્યવહાર ભાષા બને, સંસ્કૃતભાષાથી સમૃદ્ધિનું આગમન, સંસ્કૃતભાષાની સરળતા તથા મધુરતાનો પરિચય થાય છે. પરીક્ષા દરમ્યાન શાળાના મે.ટ્ર્સ્ટી મનજીબાપા તળાવિયા તેમજ આચાર્ય સંજયભાઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
Recent Comments