પુંછમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનમાં ૪ પંજાબના છે, ૧ ઓડિશાનો રહેવાસી
જમ્મુ કાશ્મીરના પુંછમાં શુક્રવારે આતંકવાદીઓએ છુપાઈને સેનાના ટ્રક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૫ જવાનો શહીદ થઈ ગયા હતા. આતંકીઓને ઘાત લગાવીને જવાનો પર એવો હુમલો કર્યો કે, કંઈ ખબર પડે તે પહેલા અંધાધૂંધ ફાયરિંગ થવા લાગી. આ હુમલામાં શહીદ થનારા જવાનોમાં ૫ પંજાબના છે, જ્યારે એક ઓડિશાના રહેવાસી છે. તેનું નામ હવલદાર મનદીપ સિંહ, દેવાશીષ બસવાલ, લાંસ નાયક કુલવંત સિંહ, સિપાહી હરકિશન સિંહ અને સિપાહી સેવક સિંહ છે. આતંકીઓની આ કાયરતાપૂર્ણ હરકતનો શિકાર થયેલા આ જવાનોના પરિવારમાં ખૂબ ગુસ્સો છે. તેમાંથી કોઈને નાનું બાળક છે, તો કોઈના થોડા સમય પહેલા જ લગ્ન થયા છે. પણ આતંકીઓના હુમલાનો શિકાર થયેલા આ જવાનોના ગામમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આ જવાનોને ટાર્ગેટ બનાવનારા આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. શહીદ જવાન લાંસ નાયક દેબાશીષ બિસ્વાલ ઓડિશાના પુરી જિલ્લાના રહેવાસી હતા. ૨૦૨૧માં તેમના લગ્ન થયા હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત સાત મહિનાની બાળકી પણ છે. બિસ્વાલ ૩૦ વર્ષના હતા તે પોતાના ગામ અલગુમના લોકો વચ્ચે ખૂબ જ ચર્ચિત હતા. તે સ્થાનિક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત હતા.
બિસ્વાલે પોતાની દીકરીના ૨૧ દિવસ થવા પર સમગ્ર ગામમાં દાવત આપી હતી. પંજાબના મોગા જિલ્લામા ચારિક ગામના શહીદ જવાન કુલવંત સિંહના દીકરાનું ચાર મહિના પહેલા જ થયું હતું. કુલવંત ઘરથી દૂર રહ્યા બાદ પોતાના બાળકોની નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખતા. તેમને એક દોઢ વર્ષની દીકરી પણ છે. કુલવંતના પિતા પણ સેનામાં હતા અને કારગિલ યુદ્ધમાં તેમણે દેશ માટે કુરબાની આપી હતી. ત્યારે કુલવંત ફક્ત ૨ વર્ષના હતા. બટાલાના તલવંડી બર્થ ગામના રહેવાસી સિપાહી હરકૃષ્ણ સિંહ હાલમાં જ પોતાના પરિવારને મળવા આવ્યા હતા. હુમલાના થોડા કલાક પહેલા જ તેમણે પોતાની પત્ની અને બે વર્ષની દીકરી સાથે વીડિયો કોલ પર વાતચીત કરી હતી. શહીદ સિપાહી સેવક સિંહ બઠીંડાના બાઘા ગામના રહેવાસી હતા. તો વળી હવાલદાર મનદીપ સિંહ લુધિયાના જિલ્લાના રહેવાસી હતા. રાજૌરીમાં એક કાર્યક્રમમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ, ઓડિશામાં પુરી જિલ્લાના અલગુમ સામી ગામના લાંસ નાયક દેબાશીષના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે હવાઈ માર્ગથી તેમના પૈતૃત ગામે લઈ ગયા હતા. મનદીપ સિંહ, કુલવંત સિંહ, હરકૃષ્ણ સિંહ અને સેવક સિંહના પાર્થિક શરીર રોડ માર્ગે પંજાબમાં તેમના પૈતૃક ગામે મોકલવામાં આવી રહ્યા છે.
Recent Comments