fbpx
રાષ્ટ્રીય

પુંછમાં સેનાએ આતંકીઓને શોધવા માટે હેલીકોપ્ટર અને ડ્રોન ઉડાવ્યા, ૧૨ લોકોની ધરપકડ કરી

પુંછઃ જમ્મુ કાશ્મીરના પુંછમાં ગુરુવારે થયેલા આંતકી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા બાદ બાટા-ડોરિયા વિસ્તારના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોનું એક મોટુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શુક્રવારે આ અભિયાનમાં ડ્રોન અને ડોગસ્ક્વોડનો ઉપયોગ થઈ રહ્યો છે. તો વળી એક એમઆઈ હેલીકોપ્ટરે ગાઢ વનવિસ્તારની મુલાકાત લીધી. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી છે. આ હુમલાને લઈને શુક્રવારે લગભગ ૧૨ લોકોની પુછપરછ માટે ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ધરપકડમાં લેવામાં આવેલા લોકોથી આતંકી ગ્રુપની ઓળખાણ કરવા માટે વિવિધ સ્તર પર પુછપરછ થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદી ગ્રુપ એક વર્ષથી વધારે સમયથી આ વિસ્તારમાં એક્ટિવ હતા. એનઆઈએની એક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને આ વિસ્તાર તથા વાહનોનું ચેકીંગ કર્યું, જેના પર હુમલો કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, ડીજીપી દિલબાગ સિંહ, એડીજીપી મુકેશ સિંહ સહિત પોલીસ અને સેનાના ટોચના અધિકારીઓને આ અભિયાનની સમીક્ષા કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો છે અને આતંકવાદીઓને શોધવા માટે ડ્રોન તથા ડોગ સ્ક્વોડનો ઉપયોગ થઈ રહ્યો છે. હુમલામા શહીદ થયેલા રાષ્ટ્રીય રાઈફલ્સ કમિટીના હતા અને તેમને વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાનો માટે તૈનાત કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે, શંકા છે કે, ત્રણથી ચાર આતંકવાદીઓનું એક ગ્રુપે આ હુમલાને ષડયંત્ર પાર પાડ્યુ અને તેમણે કોઈ વિસ્ફોટક બોમ્બ અથવા ગ્રેનેડનો ઉપયોગ કર્યો, જેમાં વાહનમાં આગ લાગી ગઈ, તેમણે કહ્યું કે, સમજી શકાય છે કે, હુમલાને અંજામ આપવા માટે એક વર્ષથી વધારે સમયથી રાજૌરી અને પુંછમાં રહેતા હતા અને તેમને અંતરિયાળ વિસ્તારનું પુરતું જ્ઞાન હતું.

Follow Me:

Related Posts