રાષ્ટ્રીય

પુંડુચેરી કોંગ્રેસને મોટો ઝટકોઃ ૪ ધારાસભ્યોના રાજીનામાં બાદ સરકાર અલ્પમતમાં

કેન્દ્ર શાસિત પ્રદેશ પુંડુચેરીમાં આ વર્ષ ચૂંટણી થવાની છે. આ વચ્ચે રાજ્યમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહિયાંના ૪ ધારાસભ્યોના રાજીનામા અને એક ધારાસભ્ય અયોગ્ય જાહેર કરવામાં આવતા પાર્ટીને બહુમત ગુમાવી દીધો છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણીની ચર્ચા માટે પુંડુચેરી પહોંચવાના હતા. આ પહેલા જ કોંગ્રેસ નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. ૫ ધારાસભ્યોના નુકશાનથી કોંગ્રેસ પાર્ટીએ પુંડુચેરી ભારે કિંમત ચુકવવવી પડી છે. પાર્ટી રાજ્યમાં બહુમત ગુમાવી ચુકી છે. થોડા દિવસ પહેલા પાર્ટીના એક બાદ એક ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. કેટલાકે તો ટિ્‌વટરના માધ્યમથી રાજીનામાની જાહેરાત કરી હતી. ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસે ૧૫ સીટ પર વિજય મેળવ્યો હતો જ્યારે તેમની ગઠબંધન પાર્ટી ડીએમકેને ૪ સીટ મળી હતી.

સાથે એક અપક્ષ ઉમેદવારે સમર્થન આપ્યું હતું. તેની સામે એમઆર કોંગ્રેસને ૭, તેના સહયોગી એઆઈએડીએમકેને ૪ સીટ પર જીત મળી હતી. જાે કે ગવર્નર કિરણ બેદીએ બીજેપીના ત્રણ લોકોને વોટિંગ અધિકાર આપી દીધો હતો, જેના કારણે ૩૦ સદસ્યીય સભાની ગણતરી વધીને ૩૩ થઈ ગઈ હતી. પુંડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ ગવર્નર પર કામ નહીં કરવા દેવાનો આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં જ તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને કિરણ બેદી સામે મેમોરેંડમ સોપ્યું હતું.

નારાયણસ્વામીએ રાષ્ટ્રપતિને આ મામલે સંજ્ઞાન લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, ગર્વનર તરફથી અધિકારીઓને ધમકીઓ મળી રહી છે. જેના કારણે તેઓ સારી રીતે કામ કરી શકતા નથી. સીએમએ પ્રધાનમંત્રી મોદી અને કિરણ બેદી પર પુંડુચેરીનો દરજાે બદલાવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તે કેન્દ્ર શાસિત રાજ્યને તમિલનાડુમાં ભેળવી દેવા માગે છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સાથ મળીને પ્રધાનમંત્રી અને ગવર્નર ધીમે ધીમે પુંડુચેરી સરકારને તેની તાકતોથી વંચિત કરવા માગે છે અને ચૂંટાયેલી સરકાર દ્વારા લાવવામાં આવતી કલ્યાણકારી યોજનામાં બાધા ઉભી કરવામાં આવે છે.

Related Posts