fbpx
અમરેલી

પુજ્ય મોરારીબાપુ ના નિશ્રામાં કાગધામ (મજાદર) ખાતે તા.17 ને બુધવારે યોજાશે કાગ ઉત્સવ

પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુ. ની જન્મ ભુમિ કાગધામ (મજાદર)  ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાશે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “,  કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે.

તા.૧૭.૦૩.૨૦૨૧ ના રોજ પૂજ્ય કાગબાપુની 44 મી પુણ્યતિથિ  નિમિત્તે બપોરે 3 થી સાંજના 6 સુધી પુજ્ય મોરારીબાપુ ના  સાનિધ્યમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “ વિષય અંતર્ગત પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને શ્રી શાહબૂદીનભાઈ રાઠોડ વક્તવ્ય પ્રસ્તુત થશે. આ કાર્યક્રમનું સંકલન ચારણી સાહિત્ય ,સંતવાણી અને લોક સાહિત્યના મર્મજ્ઞ ડો. બળવંત જાની સંભાળસે.
રાત્રી ના સાડા આઠ કલાકે કાગ પરિવાર દ્વારા સહુ મહેમાનોનું સ્વાગત થશે. રાત્રે 9 કલાકે પુજ્ય મોરારીબાપુ  પ્રેરિત .પુ. મોરારીબાપુ ના વરદ હસ્તે  પ્રતિવર્ષ અપાતા કવિ કાગ એવોર્ડની પરંપરામાં આ વર્ષ દિવંગત   સ્વ ગીગાભાઈ બારોટ ( ડોળીયા) ,સ્વ મનુભાઈ ગઢવી (મુંબઇ )  , સંશોધનના સંદર્ભમાં શ્રી બળવંતભાઈ જાની(રાજકોટ ), લોકસાહિત્યના પ્રસ્તુતકર્તા શ્રેણી નો એવોર્ડ શ્રી યોગેશભાઈ ગઢવી (બોક્ષા) , સ્ટેજ કાર્યક્રમ સંદર્ભમાં શ્રીમતી કાશીબેન ગોહિલ (ભાવનગર )  તથા રાજેસ્થાની સાહિત્યમાં પ્રદાન કરનારને અપાતો એવોર્ડ આ વર્ષ રાજસ્થાન સાહિત્યમાં પ્રદાન કરી રહેલા શ્રી નાહરસિંહ જસોલ (તેમાવાસ) ને આ વર્ષનાં કવિ કાગ એવોર્ડ અર્પણ થશે. 

આ પ્રસંગે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ દ્વારા સહુ  ભાવકો ને પધારવા નિમંત્રણ પાઠવેલ છે.નોંધ:આવનાર સૌ વ્યક્તિ એ સરકારશ્રી ની કોરોના ગાઈડ લાઈન પ્રમાણે જ માસ્ક ફરજીયાત પહેરી ને આવવાનું રહેશે..પુરો સહકાર આપવા વિનંતી છે

Follow Me:

Related Posts