બોલીવૂડના સુપરડુપર એકશન હીરો સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી પણ હવે બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે. તેની ફિલ્મ ‘તડપ’ ચોવીસમી સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અહાન સાથે આ ફિલ્મમાં તારા સુતારીયાની જાેડી છે. અક્ષય કુમારે ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યુ હતું. સાજીદ નડિયાદવાલાની આ ફિલ્મનું નિર્દેશન મિલન લુથરીયાએ કર્યુ છે. તડપ એ સાઉથની ફિલ્મ આરએકસ હન્ડ્રેડની હિન્દી રિમેક છે. જેમાં એક લવસ્ટોરી સાથે ધમાકેદાર એકશન પણ છે. મિલને કહ્યું હતું કે કહાની ખુબ દિલચશ્પ છે. બંને મુખ્ય પાત્ર દમદાર છે. સાજીદે અગાઉ જૈકીના પુત્ર ટાઇગર શ્રોફને લોન્ચ કર્યો હતો. ટાઇગરની બોડી એકશન માટે બરાબર હતી, અહાનની રોમાન્ટીક સ્ટાઇલ સારી રહેશે. સુનિલ શેટ્ટીના કહેવા મુજબ મારા દિકરાને કારણે મારી ઇમેજ પ્રભાવીત થશે. તે મારા કરતાં વધુ સારી એકશન કરશે. લોકો કહેશે કે પિતા કરતાં પુત્ર વધુ શાનદાર છે.
પુત્રના વખાણ કરતા સુનિલ શેટ્ટીએ કહ્યું- અહાન મારા કરતાં વધુ સારુ કામ કરશે

Recent Comments