પુત્ર સાથે ઝઘડાનો ઠપકો આપવા ગયેલા પિતાને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યા
જીલ્લાનાં ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે ગત રાત્રિના અરસા દરમિયાન તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી યુવાનની હત્યા થવા પામી હતી. જે મામલે પુત્ર સાથે મોબાઇલની બાબતે થયેલ બોલાચાલીનો ઠપકો આપવા જતા ચાર શખસોએ જીવલેણ હુમલો કરી પિતા-પુત્ર અને બે ભત્રીજાને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવાનનું મૃત્યુ નિપજવા પામ્યા સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જીલ્લાનાં પાલિતાણા તાલુકાના રૂપાવટી ગામે પાલડી રોડ પર રહેતા ગોરધનભાઇ ગીગાભાઇ ઉનાવા (ઉ.વ.૫૫)એ ગારિયાધાર પોલીસ મથકમાં આજ ગામના તેઓના કુટુંબી ભાઇ દેવરાજ જીણાભાઇ ઉનાવા, જીતુ દેવરાજભાઇ ઉનાવા, રાજુ દેવરાજભાઇ ઉનાવા, વિપુલ બિજલભાઇ ઉનાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓના નાનાભાઇ રમેશભાઇ ગીગાભાઇ ઉનાવા (ઉ.વ.૪૦)ને તેના કુટુંબી દેવરાજ ઉનાવા સાથે પારિવારીક મનદુઃખ ચાલતું હોય અને ગઇકાલે રમેશભાઇના દિકરા કૌશીકભાઇ અને જીતુ દેવરાજભાઇ બંને વચ્ચે મોબાઇલ બાબતે સાંજના સુમારે બોલાચાલી થઈ હતી.
Recent Comments