બોલિવૂડ

પુષ્પા ફિલ્મ ૧૪ જાન્યુઆરીએ અમેઝોન પ્રાઇમ વીડિયો પર હિન્દીમાં ઉપલબ્ધ થશે

પુષ્પા ફિલ્મનું પ્રીમિયર ૭ જાન્યુઆરીએ પ્રાઇમ વીડિયો પર થયું હતું. આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં ઉપલબ્ધ હતી. પરંતુ હવે તેની હિન્દી રિલીઝની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ૧૪ જાન્યુઆરીએ અમેઝોન પ્રાઇમ વીડિયો પર હિન્દીમાં જાેવા માટે ઉપલબ્ધ થશે. આ રીતે હિન્દી દર્શકોની લાંબી પ્રતિક્ષાનો અંત આવ્યો છે. ‘પુષ્પા’ ફિલ્મની અભિનેત્રી રશ્મિકા મંદાનાએ કહ્યું, “ઘણા મહિનાની મહેનત અને તાલીમનું ફળ મળ્યું છે. મેં દર્શકોને ફિલ્મની ખૂબ પ્રશંસા કરતા જાેયા છે. અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ જેવા કલાકારો સાથે કામ કરવું મારા માટે ખૂબ જ ખાસ રહ્યું છે. ફિલ્મમાં પોતાના રોલ વિશે વાત કરતા અલ્લુ અર્જુને કહ્યું, “જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને તરત જ તે મને ખુબ જ ગમી.અજાણ્યા વ્યક્તિના ઉદયની વાર્તા હાસ્યાસ્પદ લાગી શકે છે.પરંતુ ફિલ્મમાં તેની સફરને જે રીતે રજૂ કરવામાં આવી છે. મેં મારી કારકિર્દીમાં આવો રોલ ક્યારેય કર્યો નથી. આ પ્રોજેક્ટનો એક ભાગ બનવા માટે હું લકી માનું છુ. અને ખુબ જ ખુશ છું કે પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવાની સાથે આ ફિલ્મ વિશ્વભરના દર્શકો સુધી પહોંચશે.અલ્લુ અર્જુનની એક્શન થ્રિલર ‘પુષ્પાઃ ધ રાઇઝ – પાર્ટ ૧’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. સુકુમાર દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદાના પણ છે. ફહદ ફાસીલે આ ફિલ્મથી તેલુગુ સિનેમામાં ડેબ્યુ કર્યું હતું.

Related Posts