બોલિવૂડ

પુષ્પા ફ્રેમ અલ્લુ અર્જુનનો ૮ એપ્રિલે જન્મદિવસે ચાહકોએ તેમને યાદ કર્યા

અલ્લુ અર્જુને ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી, સાઉથ સિનેમા સિવાય સુપરસ્ટારે બોલિવૂડના ચાહકોને પણ પોતાના ફેન્સ બનાવ્યા હતા. આજે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો જન્મદિવસ છે. આ સાથે એક્ટર અલ્લુ અર્જુન આજે ૪૦ વર્ષનો થઈ ગયો છે. અલ્લુ અર્જુને તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, ત્યારેતેણે આજે આ સ્થાન હાંસલ કર્યું છે. અલ્લુ અર્જુન તેની દરેક ફિલ્મમાં સખત મહેનત કરે છે, એટલું જ નહીં અલ્લુએ ખૂબ જ નાની ઉંમરમાં કેમેરાનો સામનો કર્યો હતો. અલ્લુ અર્જુન તે સમયે માત્ર ૩ વર્ષનો હતો, તેમણે નાની ઉંમરથી જ લોકોમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી.

૮ એપ્રિલ ૧૯૮૨ના રોજ મદ્રાસમાં એક તમિલ પરિવારમાં જન્મેલા અલ્લુ અર્જુનની ઉંમર માત્ર ૩ વર્ષની હતી જ્યારે તેને પહેલીવાર કેમેરા સામે આવવાની તક મળી. અલ્લુએ વર્ષ ૧૯૮૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિજેતા’માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ પછી ૧૯૮૬માં અલ્લુએ ફિલ્મ ‘ડેડી’માં પણ કામ કર્યું હતું. આ પછી અલ્લુ ફરી વર્ષ ૨૦૦૩માં ફિલ્મ ‘ગંગોત્રી’માં લોકો સામે જાેવા મળ્યો હતો. આ પછી અલ્લુની શાનદાર કારકિર્દી શરૂ થઈ. આ દરમિયાન તેણે એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝે’ બોક્સ ઓફિસ પર કમાણીનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. અહેવાલો અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં ૩૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય અલ્લુએ વર્ષ ૨૦૨૦માં ફિલ્મ ‘આલા વૈકુંઠપુરમલો’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મને અભિનેતાની સુપરહિટ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મમાં અર્જુન સાથે બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે લીડ રોલમાં જાેવા મળી હતી. ફિલ્મમાં અલ્લુનું બંતુ સ્વરૂપ ચાહકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મે વર્લ્‌ડ વાઈડ ૨૬૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જાેવા મળી રહી છે.

Related Posts