પુષ્પા ફ્રેમ અલ્લુ અર્જુને કરોડોની એડને ઠુકરાવી દીધી
સાઉથ ફિલ્મ ‘પુષ્પા’માં પોતાની શાનદાર ભૂમિકાથી દેશ વિદેશમાં પૉપ્યૂલર થઇ ગયેલો એક્ટર અલ્લૂ અર્જૂન હવે ફરી એકવાર ચર્ચામા આવ્યો છે. અલ્લૂ અર્જૂનને એક તમાંકુ કંપનીએ એડ માટે કરોડો રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ એક્ટરે આ એડમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, અને કહ્યું કે હું જે ખાતો નથી તેને પ્રમૉટ નહીં કરુ. રિપોર્ટ છે કે, અલ્લૂ અર્જૂન મે ઝૂકેગા નહી આ ડાયલોગથી ઘર ઘરમાં ફેમસ થઇ ગયો છે. હવે એક્ટરે ફરી એકવાર લોકોના દિલી જીતી લીધા છે. અલ્લુ પોતે તમાંકુનું સેવન કરતા નથી. આ કારણોસર, તેણે તમાકુ કંપનીની બ્રાન્ડને સમર્થન આપવાની ના પાડી. એક્ટરના એક ખાસ મિત્રોએ આ અંગે જણાવ્યું કે ફિલ્મમાં અલ્લૂ અર્જૂને ધૂમ્રપાન ન કરવુ એ તેના હાથમાં નથી પરંતુ હા તે પ્રયાસ કરે છે કે તે તેનું સેવન ન કરે. એક્ટરે માને છે કે તેઓ પોતે જેનું સેવન નથી કરતા, તેનો પ્રચાર શા માટે કરે. એક્ટરે આ વાતને લઇને એક તંબાકુ કંપનીની કરોડોની ઓફરને ઠોકર મારી દીધી છે.
Recent Comments