પુષ્પા – ૨માં બોલિવુડના અભિનેતા મનોજ બાજપેયીની એન્ટ્રી થશે
સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સ્ટોરી ભારતભરમાં ફિલ્મી પડદે જાેવા મળી રહી છે. સમગ્ર ભારતમાં પાન ઈન્ડિયાની ફિલ્મો જુદી-જુદી ભાષામાં ફિલ્મો રિલીઝ થઈ રહી છે. સાઉથ ઈન્ડિયન મૂવીનો ક્રેઝ વધી રહ્યો છે. પુષ્પા પાર્ટ-૧ની સફળતા બાદ મેકર્સ હવે આગામી પ્રોજેકટ માટે તૈયારી શરુ કરી દીધી છે. પુષ્પા પાર્ટ-૧ની સક્સેસમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના, ફહાદ ફાઝિલ, જેવા સ્ટાર્સ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જાેવા મળ્યા હતા.
પુષ્પાના મેકર્સ હવે ‘પુષ્પા ધ રુલ’ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ નિર્દેશક સુકુમારે બોલિવૂડના દિગ્ગજ કલાકાર મનોજ બાજપેયીની એન્ટ્રી કરાવા જઈ રહ્યા છે. મનોજ બાજપેયીએ અગાઉ ઘણા બધા રોલ પ્લે કરી ચૂક્યા છે. એમેઝોન પ્રાઈમની ‘ધ ફેમિલી મેન’ની સીઝન ૧, ૨ માં સ્પાય ઓફિસરનો રોલ પ્લે કર્યો હતો. સુકુમારે વધુમાં જણાવ્યુ હતું કે, મનોજ બાજપેયી ઘણી બધી સુપરહિટ ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે.
અમે તેમને સ્પેશિયલ રોલ ઓફર કર્યો છે. અગાઉ મનોજ બાજપેયીએ ધણી ફિલ્મોમાં પોલીસ ઓફિસરના રોલ પ્લે કરી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ આ પોલીસ ઓફિસરનો રોલ પણ હોઈ શકે છે. સુકુમારે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી પાસે પુષ્પા પાર્ટ-૩ માટે પણ સ્ટોરી તૈયાર છે. જે માટે ફહાદ ત્રીજા ભાગમાં મહત્વનો રોલ પ્લે કરતો જાેવા મળશે. અમે ફહાદને પુષ્પા પાર્ટ-૩ માટે સાઈન કર્યો છે.
આ ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજ કલાકાર મનોજ બાજપેયી સાથે ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના, ફહાદ ફાઝિલની જાેડી ‘પુષ્પા ધ રુલ’માં પણ જાેવા મળશે. પાર્ટ -૧ની સ્ટોરી રોમાંચથી ભરપૂર રહી હતી ત્યારબાદ હવે પુષ્પા પાર્ટ -૨ ની સ્ટોરીને જાણવા માટે ઓડિયન્સ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ વિશે વાત કરીએ તો આગામી વર્ષ ૨૦૨૩માં ફિલ્મ રિલીઝ થાય તેવી સંભાવના છે.
Recent Comments