અમરેલી

પુસ્તકો હારી ગયા મોબાઇલ જીતી ગયો. અક્ષરજ્ઞાન ન હોય પરંતુ મોબાઇલ નંબર મોબાઇલ પર આંગળી ફેરવીને ડાયલ કરી શકાય છે. 

બીજા શબ્દોમાં કહીએ તો જેની અનિવાર્યતા બીજાની મદદ વગર અનિવાર્ય હોય તેવું કૌશલ્ય નિરક્ષર પણ સતત રટણ અને અનુભવના અંતે પ્રાપ્ત કરી લે છે..!!આજે જ અચાનક એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ.. પૂછ્યું ભાઈ સમાચાર વાંચે છે? તો કહે ગ્રુપમાં આવે છે. જો કે અંગતરીતે પૂછતાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે સાહેબ વાંચતાં નથી આવડતું..!! કારણ પૂછતાં જાણવા મળ્યું કે જીવનના પ્રારંભિક તબક્કામાંથી જ ધંધા રોજગાર માટે જવાનું થાય એમાં શિક્ષણનો સમય કેમ મળે? કે પછી કદાચ શિક્ષણની ગંભીરતા કે તેનું મહત્વ તેને માટે અજાણ હશે?

જે હોય તે. પરંતુ આમ નિરક્ષર (વાંચતાં ન આવડતું હોવા છતાં પોતાનો મોબાઇલ નંબર આંગળીના વેઢે ડાયલ કરી શકે છે. મતલબ જેની આવશ્યકતા સર્વોપરી છે એ વાતનું જ્ઞાન સમય અને અનુભવ તથા જરૂરિયાત મુજબ વ્યક્તિ પ્રાપ્ત કરી જ લે છે. બીજો અર્થ એ પણ કરી શકાય કે આજના યુગમાં મોબાઈલની આવશ્યકતા લોકોની નસેનસમાં વ્યાપ્ત થયેલી જોવા મળે છે એટલે કે મોબાઈલે પોતાની અનિવાર્યતા ખુદબખુદ લોકોમાં સ્થાપિત કરી છે. કોઈ પણ સહાય, યોજના કે બેંક ખાતા માટે પણ મોબાઈલ નંબરની જરૂર પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમાજમાં જ્યારે કોઈ પણ ચીજ કે વિષય જ્યારે પોતાની આવશ્યકતા સ્થાપિત કરે છે ત્યારે લોકોને તેનું જ્ઞાન અર્ચિત કરવુ અનિવાર્ય થઈ પડે છે. આજના ડીઝીટલ હાઈટેક યુગમાં માહિતીનો વિસ્ફોટ તો નિરંતર થયા કરે છે પરંતુ તેની પ્રમાણભૂતતા વિશે ઘણીવખત પ્રશ્ર્નાર્થ ચિન્હ પણ હોય છે!! સાચી વાતને સમજવા માટે પણ નિરક્ષીરનો વિવેક જરૂરી છે. ઘણીવખત આંખે જોયેલું  કે કાનેથી સાંભળેલું પણ સત્યથી પર હોય શકે છે.!! દેશને આઝાદ થયે પોણી સદી થઈ ગઈ હોય છતાં પણ ઘણીવાર આવા દ્રશ્યો પણ સર્જાતા હોય તે ખરેખર વિધિની વક્રતા કહેવી કે આપણી કમનસીબી? એ આપ સુજ્ઞ વાંચકો પર છોડીએ

Related Posts