પૂંછ સેક્ટરમાં માર્યા ગયેલા સેનાના જવાનો સહિત વિવિધ ધટનામા માર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી સહાયતા
ગઈકાલે પૂંછ સેક્ટરમાં સેનાના જવાનો પર હુમલો થયો હતો અને તે ઘટનામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થયા છે. આ તમામ શહીદ થયેલા જવાનોને પૂજ્ય મોરારીબાપુ તરફથી પ્રત્યેકને રુપિયા ૧૧૦૦૦ લેખે કુલ મળીને રુપિયા ૫૫ હજારની સહાય અર્પણ કરવામાં આવી છે.
થોડા દિવસો પૂર્વે બિહારના મોતીહારી નજીક ઝેરીલા શરાબ પીવાથી ૨૨ લોકોનાં મોત થયાં હતાં. શરાબ વ્યસન છે જે સર્વથા અયોગ્ય છે પરંતુ આ ઘટના ને કારણે નોંધારા થયેલા પરિજનો પ્રત્યે સંવેદના દર્શાવી પૂજ્ય મોરારીબાપુ એ પ્રત્યેક મૃતકના પરિવારજનોને પણ કુલ મળીને રુપિયા ૨,૪૨૦૦૦ ની સહાય અર્પણ કરી છે.
બે દિવસો પહેલા મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ નો કાર્યક્રમ હતો અને એ દરમિયાન એકઠી થયેલી ભીડમાં સન સ્ટ્રોક લાગવાથી 11 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ અગિયાર મૃતકોના પરિજનોને પણ પૂજ્ય બાપુ તરફથી 11,000 પ્રત્યેક લેખે ૧૨૧૦૦૦ ની સહાય અર્પણ કરવામાં આવી છે.
રાજકોટ નજીક ના તરધડી ખાતે એક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. આ ચારેયના પરિવારજનોને પણ કુલ મળીને રુપિયા ૪૪૦૦૦ ની સહાય અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુ એ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.તેમ મહુવાથી જયદેવ ભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
Recent Comments