પરશુરામધામ- લીંબડી ખાતે ભાગવતાચાર્ય પૂભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વદરહસ્તે હાસ્યકલાકાર, લેખક અનેઉમદા સમાજસેવક ડો. જગદીશભાઈ ત્રિવેદી અને એમના પત્ની નીતાબેન જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું.
આ પ્રંસંગે કેબીનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, કેબીનેટ મંત્રી શ્રી કિરીટસિંહજી રાણા અને રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી આશરે એક હજાર જેટલા બ્રહ્મ આગેવાનો અને ભૂદેવો પણ હાજર રહ્યા હતા.
જગદીશ ત્રિવેદીએ તાજેતરમાં અમેરીકા અને કેનેડાની ત્રણ મહીનાનીયાત્રા દરમાયાન એકતાલીસ કાર્યક્રમો કરીને ગુજરાતના જરુરિયાતમંદલોકો માટે સવા બે કરોડ જેવી માતબર રકમ દાનમાં આપી એ નિમિત્તેઆ સન્માન કરવામાં આવ્યુ હતું.
Recent Comments