રાષ્ટ્રીય

પૂણા વિસ્તારમાં તંત્ર નિષ્ફળ રહેતા આપના કાર્યકરોએ ઝાડુ સાથે સફાઇ કરી

પુણા વિસ્તારમાં આવેલી ખાડી કોર્પોરેશન દ્વારા વારંવાર રજૂઆત છતાં સફાઈ ન થતા આપના પ્રદેશ અધ્યક્ષ, નગરસેવકો અને કાર્યકર્તાઓએ જાતે સફાઈની શરૂઆત કરવા ખાડીમાં ઉતર્યાં હતાં.ચોમાસા દરમિયાન ખાડી પૂરની દહેશત જાેવા મળતી હોય છે. ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે. ગત વર્ષે પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તેના કારણે પુણા, લિંબાયત,પરવત ગામ, પરવત પાટિયા સહિતના વિસ્તારની અંદર ખાડી પૂરના પાણી પ્રવેશી ગયા હતાં. જેથી લોકોને ભારે હાલાકી થઈ હતી. પ્રિમોન્સુન કામગીરી દરમિયાન ખાડી વિસ્તારની આજુબાજુ પણ કામગીરી કરવાની હોય છે, પરંતુ આ વર્ષે તે કામગીરી પણ પૂર્ણ થઈ નથી.

આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી પુણા વિસ્તારમાં આવેલી ખાડીને સાફ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ કામગીરી થઇ નથી. આખરે આમ આદમી પાર્ટીએ કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી કે, જાે તમે આ પ્રકારે સફાઇની કામગીરી નહીં કરો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી હતી.

Related Posts