ગુજરાત

પૂર્વ આઇપીએસને બદનામ કરવાના ગુનામાં ૫ આરોપી સેન્ટ્રલ જેલ ભેગા, ચાંદખેડાના બંગલામાં દુષ્કર્મ કરનાર સામે ગુનો નોંધાશે

નિવૃત્ત સિનિયર આઈપીએસ અધિકારી વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવતા સોગંદનામામાં થયેલી છેડછાડનો ખુલાસો થયો છે, પરંતુ આ કેસમાં અનેક રહસ્યો હજુ વણઉકલ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીના સ્વાંગમાં બે વખત મહિલાનું જાતિય શોષણ કરનારનો ભેદ હજુ અકબંધ છે. નિવૃત્ત સિનિયર આઈપીએસ અધિકારી સામે ઘડાયેલા કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે હવે બળાત્કારીને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે. આ મામલે ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે. એક એફિડેવિટથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ સોગંદનામા અંગેની તપાસમાં ગુજરાત એટીએસની ટીમે સમગ્રકાંડ કરનાર ભાજપના નેતા સહિત પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદમાં આરોપીઓની કસ્ટડી અને આ કેસની તપાસ ગાંધીનગર એસઓજીને સોંપવામાં આવી હતી. એસઓજી દ્વારા પાંચેય આરોપીને સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાર દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

Related Posts