પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ (ફૈિીહઙ્ઘટ્ઠિ જીીરુટ્ઠખ્ત)નો ભાઈ મોટી મુશ્કેલીમાં મુકાયો છે. વિરેન્દ્ર સહેવાગના ભાઈ વિનોદ સહેવાગ પર ચંદીગઢમાં કેસ નોંધાયો છે. વિનોદ સહેવાગની સાથે-સાથે અન્ય ૨ લોકો વિરુદ્ધ્ પર ચંદીગઢ પોલીસે કેસ નોંધ્યો છે. જાણકારી મુજબ આ કેસ ચંદીગઢના મનીમાજારા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. વિનોદ સહેવાગ પર આ કેસ ચેક બાઉન્સ સાથે જાેડાયેલો છે. પોલીસે વિનોદ અને તેના ૨ મિત્રો પર આઈપીસીની કલમ ૧૭૪-છ, કલમ ૮૨ હેઠળ કેસ દાખલ કર્યો છે. જાણો શું છે સમગ્ર મામલો?.. જે જણાવીએ, વિરેન્દ્ર સહેવાગના ભાઈ વિનોદ સહેવાગની રોહતકમાં ફેક્ટરી ચાલે છે.
તેની આ ફેક્ટરી બહાદુરગઢની પાસે છે. જેનું નામ જલ્ટા ફુડ એન્ડ બિવરેજિસ ફેક્ટરી છે. જે પ્લાસ્ટિકની બોટલમાં જલજીરા, કોલ્ડ ડ્રિંક્સ ભરવાનું કામ કરે છે.. મળતી માહિતી મુજબ આ ફેક્ટરીમાં વિનોદ સેહવાગ સિવાય સુધીર મલ્હોત્રા અને વિષ્ણુ મિત્તલ પણ તેના બિઝનેસ પાર્ટનર છે. આ ફેક્ટરી બદ્દી સ્થિત નૈના પ્લાસ્ટિક ફેક્ટરીમાંથી બોટલ ખરીદતી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જલતા ફૂડ ફેક્ટરીએ નૈના પ્લાસ્ટિકને ચેક આપ્યો હતો પરંતુ જ્યારે તેણે બેંકમાં ચેક જમા કરાવ્યો તો તે બાઉન્સ થઈ ગયો. વિનોદ સેહવાગની ફેક્ટરીનો ચેક બાઉન્સ થતાં ફરિયાદીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને જલતા ફૂડ કંપનીના સંચાલકો સામે ચેક બાઉન્સનો કેસ કર્યો હતો. જેના પર કોર્ટે આરોપીઓને પણ ભાગેડુ જાહેર કર્યા છે.પંચકુલાના સેક્ટર ૧૨માં રહેતા કૃષ્ણ મોહને નેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ (દ્ગૈં) એક્ટની કલમ ૧૩૮ હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.


















Recent Comments