ગુજરાત

પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ એમપી રાજુ પરમાર ૧૭ ઓગસ્ટે ભાજપમાં જાેડાશે

અત્યારસુધી ગુજરાતમાં ૨૦૧૨થી અત્યારસુધીમાં ૬૦ જેટલા મોટા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાેડાયા છે. હવે કોંગ્રેસના ૨ દિગ્ગ્જ નેતા ૧૭મીએ ભાજપમાં જાેડાશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ કેસરિયો કરવા જઈ રહ્યા છે. રાજ્યસભાની ૨૦૧૯માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જિતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન એમએલએમાંથી રાજીનામું આપ્યું, જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જાેડાયા નહીં. જ્યારે બ્રિજેશ મેરજા, જિતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડળમાં નવું સ્થાન મળ્યું.

જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જાેડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં એમએલએબન્યા. લુણાવાડાના પૂર્વ એમએલએ હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જાેડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા દિલ્હી ભાજપમાં જાેડાયા. એ ઉપરાંત જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કેસરિયો કરી લીધો છે. રઘુ શર્માએ પોતાના પક્ષના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી હતી. સોમનાથમાં રઘુ શર્માએ યોજેલી પત્રકાર પરિષદમાં પોતાના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી નાખી હતી.

રઘુ શર્માએ કહ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતમાં કોણ કોણ પક્ષ છોડવાનું છે એની મને ખબર છે. જે લોકો જીતી શકે એમ નથી તેઓ પક્ષ છોડવાના છે. તો તે કચરાને લઈ બીજેપી શું કરશે? પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે મારી પાસે તમામ ૧૮૨ વિધાનસભા બેઠકનો રિપોર્ટ છે. કોણ જીતે છે અને કોણ હારે છે એની વિગતો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે આપએ પણ તૈયારી શરૂ કરી છે.

એક તરફ પીએમ મોદી અને અમિત શાહ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે, તો આપ એ તો નવો ચિલો ચીતરીને ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, પરંતુ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આગામી ૧૭ ઓગસ્ટે કેસરિયો ખેસ ધારણ કરશે.

Related Posts