પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CAની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
રાજ્યની દૂધસાગર ડેરીમાં ચલતા બેનામી વહીવટ મામલે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરીના નાણાંકીય વહીવટ સંદર્ભે બને સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 17 જેટલી બેનામી કંપનીઓ ખોટી રીતે ઉભી કરાઈ હતી અને તેમાં નાણાંકીય વહીવટ બરોબર ટ્રાન્સફર થયો છે.
કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનું અનુમાન
વિપુલ ચૌધરી આ પહેલા દૂધસાગર ડેરીના ચેરમેન રહી છે. આ કાર્યકાળ દરમિયાન ડેરીમાં અનેક નાણાંકીય વહીવટ ખોટી રીતે થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સૂત્રો માંથી મળતી વિગત મુજબ દૂધસાગર ડેરીમાં બેનામી રીતે ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની તાપસ કરવામાં આવી હતો. આ તપાસ બાદ રૂપિયા 300 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની માહિતી મળી હતી.
વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખને ACB ઓફિસે લઇ જવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અગાઉ પણ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી અને હવે એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે જ ફરીથી ખોટા નાણાંકીય વહીવટ અંગે તેની ધરપકડ કરવામાં આવી છે.
Recent Comments