રાજકોટ શહેરથી પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જાેડાય તેવી શક્યતા સામે આવી છે.તેઓને કોંગ્રેસમાં પ્રદેશ માળખામાં સ્થાન અપાયુ છે.પણ તેઓ છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય છે. અને હવે તેઓ અને આપના નેતાઓ સંપર્કમાં હોવાની પણ ચર્ચાઓ ચાલી છે. રાજકારણમાં ફરીથી સક્રિય થાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ રાજકોટ જિલ્લામાં મને જિલ્લા મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. અમે કોંગ્રેસ સમિતિમાં નિષ્ઠાથી કામગીરી કર્યું, પરંતુ જિલ્લાના વિવિધ હોદ્દેદારો સાથે વિચારોમાં ભેદભાવ જણાતો હોય અને જિલ્લા મથકેથી એકપણ વાર કારોબારીની બેઠક યોજવામાં આવી નથી. સંગઠન માળખામાં નિષ્ઠાથી કામ કરવા છતા કોઈ નોંધ લેવામાં આવી નથી.ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે.
બીજી તરફ રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ થવાની શરૂઆત થઈ હોય તેમ એકપછી એક આગેવાનોની નારાજગી સામે આવી રહી છે. હજુ રાજકોટ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશ રાજપરાએ રાજીનામું આપ્યું હતું અને સંગઠનમાં નિષ્ઠાથી કામ કરવા છતાં કોઇ નોંધ ન લેવાતી ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો ત્યાં આજે કોંગ્રેસથી નારાજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આપમાં જાેડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. અને આપના નેતાઓ સાથે તેમણે સંપર્ક કર્યાની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે.
Recent Comments