ભારતના મહાન સ્પિનર બિશન સિંહ બેદીનું નિધન થયું છે. બેદી ૭૭ વર્ષના હતા. બિશન સિંહ બેદી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પણ હતા અને તેમણે ૨૫૦ થી વધુ ટેસ્ટ વિકેટ લીધી હતી. બેદીએ ૧૯૬૭ થી ૧૯૭૯ વચ્ચેના ૧૨ વર્ષમાં ભારત માટે ૬૭ ટેસ્ટ મેચ અને ૧૦ ર્ંડ્ઢૈં મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ઘણી મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી.બિશન સિંહ બેદીએ ૧૯૬૭માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લી ટેસ્ટ ૧૯૭૯માં રમી હતી. તેણે કેટલીક મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. તેની ગણતરી ભારતના મહાન સ્પિનરોમાં થાય છે. તે ૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો ભાગ હતા.બેદીનું અવસાન ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત છે કારણ કે તે સ્પિનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ અને સૌથી મોટું નામ હતું જેણે વિશ્વભરના બેટ્સમેનો માટે માથાનો દુખાવો બન્યો હતો.પંજાબ માટે ક્રિકેટ કરિયરની શરુઆત કરનાર બિશન સિંહ બેદી મોટાભાગનો સમય દિલ્હીની રણજી ટીમ સાથે પસાર કર્યો હતો. બિશન સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર અંદાજે ૧૨ વર્ષનું રહ્યું છે.
પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીનું ૭૭ વર્ષની વયે નિધનબેદીએ ૧૯૬૭ થી ૧૯૭૯ વચ્ચેના ૧૨ વર્ષમાં ભારત માટે ૬૭ ટેસ્ટ મેચ અને ૧૦ ODI મેચ રમી હતી


















Recent Comments