પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી બ્રિટન દિકરીના ઘરે પહેલી વાર ગયા
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી આગામી ૧૨ ઓક્ટોબરે બ્રિટનની મુલાકાત ગયા છે. તેઓનો ૧૭ દિવસનો પ્રવાસ યોજાયો છે. કોરોના મહામારીનો આતંક, મુખ્યમંત્રી મહત્વની જવાબદારીઓ, ચૂંટણીઓ સહિતની સતત કામગીરીને કારણે છેલ્લાં સાત વર્ષથી પોતાની દીકરીને મળવા તેઓ ઈંગ્લેન્ડ જઈ શક્યા ન હતા. લગભગ અઢી અઠવાડિયાના આ પ્રવાસમાં દીકરી-જમાઈ અને પરિવાર સાથે સમય ગાળશે. હાલ વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન દીકરી સાથે વેકેશન માણી રહ્યા છે. દિવાળી પહેલા ફરી તેઓ ગુજરાત આવી જાય તેવી પણ પુરે પૂરી શક્યતા છે અને દિવાળીની ઉજવણી માદરે વતન રાજકોટમાં કરે અથવા ગાંધીનગર કરે તેવી પણ વાત જાણવા મળી રહી છે ‘રાજકારણમાં સરળ હોવું ગુનો છે?’ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણીએ સોશિયલ મીડિયા દ્વારા આ રાજકીય વિકાસ પર વાત કરી છે. તેણે તેના પિતાને પ્રશ્ન કર્યો છે કે શું રાજકારણમાં સરળ હોવું ગુનો છે? ‘પપ્પાને જવાબદારી મળી, તેણે કરી’ રાધિકા રૂપાણીએ તેના પિતા વિશે ફેસબુક પર ગુજરાતી ભાષામાં એક લાંબી પોસ્ટ લખી હતી. આમાં તેમણે પિતા વિજય રૂપાણીના કામ અને ઘરના વાતાવરણ વિશે ઘણી વાતો લખી છે. રાધિકા આગળ લખે છે કે,તેમણે (વિજય રૂપાણી) ક્યારેય તેમના અંગત કામ તરફ જાેયું નથી. જે પણ જવાબદારી આપવામાં આવી હતી, તેણે તે પહેલા કરી. કચ્છના ભૂકંપમાં પણ તેમણે સૌપ્રથમ લોકોને મદદ કરી હતી. બાળપણમાં, અમારા માતાપિતા ક્યારેય અમને ફરવા લઈ જતા નહોતા, તેઓ તેમને કોઈ કામદારની જગ્યાએ લઈ જતા હતા. આ તેમની પરંપરા રહી છે. મારા પિતા આતંકવાદી હુમલા સમયે સ્વામી નારાયણ અક્ષરધામ મંદિર પહોંચનાર પ્રથમ વ્યક્તિ હતા. તેઓ નરેન્દ્ર મોદી પહેલા મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. બહુ ઓછા લોકોને ખબર હશે કે જ્યારે તૌતી આવ્યા હતા, ત્યારે તેઓ રાત્રે ૨ વાગ્યા સુધી સીએમ ડેસ્ક બોર્ડ દ્વારા લોકોનો સંપર્ક કરતા હતા. વર્ષોથી, અમારા ઘરમાં સમાન પ્રોટોકોલ હતો. જાે કોઈને રાત્રે ત્રણ વાગ્યે પણ ફોન આવે, તો તમારે નમ્રતાથી વાત કરવી પડશે.ગુજરાતની બાગડોર સંભાળતા વિજય રૂપાણી અચાનક જ રાજીનામું આપી દેતા રાજકારણમાં અનેક તર્કવિતર્ક સર્જાયા બાદ ભુપેન્દ્ર પટેલનું નામ આવતા ભાજપ સહિત અનેક રાજકરણીઓને ઝટકો લાગી ગયો ગતો.જાે કે કોરોના અને અનેક જવાબદારી સતત વ્યસ્ત રહેતા વિજયભાઈ અચાનક જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા થોડો સમય રાજકોટમાં પણ સામાજિક કાર્યક્રમો અને અનેક મિત્ર સર્કલ અને ભાજપના કાર્યકરોને મળ્યા ત્યારબાદ તે ૧૭ દિવસના બ્રિટન પ્રવાસે પોતાની દીકરી પાસે જતા રહ્યા છે રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા ત્યારે તેમની દીકરીએ એમના પપ્પા વિશે સોશિયલ મીડિયામાં એક પત્ર પણ વાયરલ કર્યો હતો.
Recent Comments