પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત અગ્રણીઓ સાથે પાલનપુરમાં બેઠક કરી
કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે ધીરે ધીરે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે. જે અંતર્ગત આગામી ચાર અને પાંચ તારીખે ખેડૂત આંદોલનના આંદોલનકારી નેતા રાકેશ ટીકેત બનાસકાંઠામાં અંબા માતાજીના દર્શન કરી ગુજરાતમાં પણ આંદોલનની શરૂઆત કરવાના છે. જે આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાલનપુર આવ્યા હતા અને સ્થાનિક ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.
કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં શરૂ થવાની તૈયારીમાં છે અને આગામી ચાર અને પાંચ તારીખે ખેડૂત આંદોલનના આંદોલનકારી નેતા રાકેશ ટીકેટ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.
રાકેશ ટીકેત પ્રથમ બનાસકાંઠામાં અંબા માતાના દર્શન કરી પાલનપુર સભા યોજવાના છે. જે આંદોલનની તૈયારીના ભાગરૂપે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાલનપુર ખાતે આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે બનાસકાંઠાના સ્થાનિક ખેડૂત નેતાઓ સાથે બેઠક કરી હતી.
Recent Comments