પૂર્વ સાંસદ સ્વ. નવિનચંદ્ર રવાણીની પ્રાર્થનાસભામાં ધાર્મિક, રાજકીય અને સામાજિક આગેવાનોએ શ્રઘ્ધાસુમન અર્પણ કર્યા
અમરેલીનાં પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણીનું થોડા દિવસો પહેલા નિધન થયા બાદ કોરોના મહામારીમાં રાહત થતાં તાજેતરમાં તેઓની જન્મ અને કર્મભૂમિ સાવરકુંડલા ખાતે તેઓનાં પરિવારજનો ઘ્વારા પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાંથી ધાર્મિક, રાજકીય અને સામાજીક આગેવાનોએ ઉપસ્થિત રહીને નવિનચંદ્રરવાણીએ કરેલ કાર્યોની ભારે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ હંમેશા ગરીબો અને છેવાડાનાં માનવીની ચિંતા કરતા હતા. તેઓનાં નિધનથી અમરેલી જિલ્લા નહી બલ્કે સમગ્ર ગુજરાતે એક નિષ્ઠાવાન જનપ્રતિનિધિ ગુમાવી દીધાનું જણાવ્યું હતું. તેઓનાં પુત્ર ચંદ્રેશભાઈ, યોગેશભાઈ, નૈમિષભાઈ, દીપકભાઈ સહિતનાં પરિવારજનોને પૂ. સૈયદ દાદાબાપુ, પૂ. ભકિતરામબાપુ, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, જીતુભાઈ ગોળવાળા, એ.ડી. રૂપારેલ સહિતનાં આગેવાનોએ સાંત્વના પાઠવી હતી.
Recent Comments