fbpx
રાષ્ટ્રીય

પૂર્વ IPS સંજીવ ભટ્ટને હાઇકોર્ટમાંથી ન મળી રાહત, કોર્ટે અરજી ફગાવી

પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને હાઇકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટના ઓર્ડરમાં કોઈ ખામી ન હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે. સંજીવ ભટ્ટે પોતાના તરફી સાક્ષીઓ બોલાવવા માટે પાલનપુર કોર્ટમાં અરજી કરી હતી. પાલનપુર કોર્ટે અરજી ફગાવતા સંજીવ ભટ્ટે એ હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તમને જણાવી દઈએ કે, સંજીવ ભટ્ટ વર્ષ ૧૯૯૬માં બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાનો છે સંજીવ ભટ્ટ પર આરોપ છે.

Follow Me:

Related Posts