સૌરાષ્ટ - કચ્છ

પૂ. મોરારિબાપુએ સોમનાથ જિલ્‍લાનાં કોરોના પીડિતો માટે રૂપિયા પ0 લાખ અર્પણ કર્યા

ભગવાન સોમનાથના સાનિઘ્‍યમાં ચાલી રહેલી રામકથા માનસ વિનય પત્રિકાના પ્રારંભના દિવસે જ પૂજય મોરારિબાપુએ વ્‍યાસપીઠ તરફથી આ વિસ્‍તારના કોરોના પીડિતોની સહાયતા માટે રૂા. રપ લાખ હનુમંત પ્રસાદીરૂપે અર્પણ કરવાની જાહેરાત કરી હતી.

આજે પૂજય બાપુએ સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પી.કે. લહેરી સાથે થયેલી વાતચીત મુજબ મેનેજર ચાવડાને રૂા. રપલાખનો ચેક વ્‍યાસપીઠ ઉપરથી કથાના યજમાન કિરીટભાઈ (રાધનપુર વાળા) દ્વારા ટ્રસ્‍ટને અર્પણ કરવામાં આવ્‍યો હતો.

આ રકમનો ઉપયોગ કોરોના પીડિતોની સહાય હેતુ કયાં અને કેવી રીતે કરવો તેનો નિર્ણય ટ્રસ્‍ટ કરશે. ઉલ્‍લેખનીય છે કે આ પહેલા રાજુલાની કથા દરમિયાન પૂજય બાપુએ રાજુલા, સાવરકુંડલા, મહુવા અને તલાલા તાલુકા માટે રૂા. રપ-રપ લાખ કોરોના પીડિતોની સહાયતા માટે અર્પણ કર્યા હતા.

Related Posts