ગુજરાત રાજય શિક્ષક સઘ,નિજાનદ ગૃપના મોભી ડાયાભાઈ અને હિરાભાઈ ભરવાડ ના સયુકત યજમાનપદે ગાધીનગર ખાતે પ્રવાહિત “માનસ આચાર્ય” રામ કથામા રાષ્ટ્રિય સહકારી આગેવાન, ઈફકોના ચેરમેન દિલીપ સઘાણી, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષ સઘાણી ઉપસ્થિત રહી રામ કથાનુ શ્રવણ કર્યુ હતુ. સઘાણી પરિવારે વ્યાસપીઠે પૂ.બાપુની ભાવવદના કરી હતી. આ તકે દિલીપ સઘાણીએ ઉપસ્થિત શ્રોતાગણને જણાવેલ કે આચાર્યનુ આચરણ શિક્ષણ અને વિદ્યાર્થી જીવનને પ્રેરણા આપતુ રહે છે,
સામાજીક વિકાસમા રામાયણ અને ગીતા ગ્રંથ મુખ્ય આધાર સ્થભ છે અને શિક્ષણ જેવા વિશાળ ક્ષત્રને રામ કથાનુ જ્ઞાન પૂ. બાપુ પીરસી રહયા છે જે છેવાડાના માનવી સુધી શિક્ષણના માધ્યમથી જનજન સુધી પહોચશે તેમ જણાવી કથાના યજમાનશ્રીને ધન્યવાદ સાથે કથાના સદર આયોજનને બિરદાવ્યુ હતુ, આ તકે બચુભાઈ ખાબડ, કિરીટસિહ રાણા,સજય ગોરડીયા સહિતના રાજસ્વિ મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments